મોરબીના ટીંબડી પાસે અકસ્માતના બનાવમાં વિદ્યાર્થીનું મોત: ટ્રેકટર ચાલક સામે ગુનો નોંધાયો મોરબી નજીક બાઇક ચાલકે હડફેટે લેતા ગંભીર ઇજા પામેલ વૃદ્ધાનું મોત ટંકારાના લજાઈ હડમતીયા રોડે કારખાનામાં થયેલ યુવાનની હત્યાના બનાવમાં ગુનો નોંધાયો ટંકારાના ઓટાળા ગામે સરકારી જમીનમાં મંદિર બનાવતી મહિલાને દંપતીએ માર માર્યો મોરબી નજીક કેનાલમાં ડૂબી જવાથી યુવાનનું મોત: નીચી માંડલ પાસે કારખાનાની કોલોનીમાં ઉપરથી  સમાન સાથે નીચે પડતાં ઇજા પામેલ યુવાનનું મોત વાંકાનેર નજીક કારખાનામાં શોર્ટ લગતા યુવાનનું મોત: માટેલ રોડે કારખાનામાં બીમારી સબબ બેભાન થઈ ગયેલ તરુણનું મોત મોરબીમાં 10,224 બોટલ દારૂ-બિયરનું કટિંગ થાય તે પહેલા જ એલસીબી ત્રાટકી, 81.11 લાખનો મુદ્દામાલ કબજે, માલ મોકલાવનાર- મંગાવનારની શોધખોળ રાજમાતા વિજય કુંવરબા સાહેબનો પાર્થિવદેહ મોરબી પહોચ્યો: વેપારીઓને ધંધો રોજગાર બંધ રાખીને કાલે અંતિમ યાત્રામાં જોડાવા મંત્રીનું આહ્વાન
Breaking news
Morbi Today

મોરબીની પી.જી.પટેલ કોલેજમાં સલાડ મેકિંગ-ડેકોરેશન કોમ્પિટિશન યોજાઇ


SHARE







મોરબીની પી.જી.પટેલ કોલેજમાં સલાડ મેકિંગ-ડેકોરેશન કોમ્પિટિશન યોજાઇ

મોરબીની પી.જી.પટેલ કોલેજ દ્વારા શિયાળાની ઠંડીમાં પૌષ્ટિક એવા શાકભાજીનું ઉપયોગ થાય તેવી સલાડ મેકિંગ એન્ડ ડેકોરેશન કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં ખૂબ મોટી સંખ્યામાં પી.જી.પટેલ કોલેજની વિદ્યાર્થીનીઓએ ઉત્સાહભેર ભાગ લીધેલ હતો અને પોતાની કુશળતા દર્શાવી હતી. તેમજ આ કોમ્પિટિશન માટે કોલેજના સ્ટાફ મેમ્બર્સ દ્વારા વિદ્યાર્થીનીઓનો ઉત્સાહ વધારવામાં આવ્યો હતો. આ સ્પર્ધાના દરેક વિજેતાઓને પી.જી. પટેલ કોલેજ દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ કોમ્પિટિશનમાં પ્રથમ ક્રમે સરધારા કૃપેશા અને નિમાવત ધારા, દ્વિતીય ક્રમે કુછડીયા જાનવી અને ત્રેટીયા ધ્રુવીતા તેમજ તૃતીય ક્રમે જાની વિશ્વા અને પાટડીયા ભૂમિકા વિજેતા બન્યા હતા. આ તકે કોલેજના આચાર્ય ડો.રવિન્દ્ર ભટ્ટ તથા ટ્રસ્ટી દેવકરણભાઈ આદ્રોજાએ વિદ્યાર્થીનીઓને શુભેચ્છાઓ પાઠવી હતી.




Latest News