મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા વાંકાનેરમાં ફૂલના હારનો વેપાર કરતાં યુવાનને નજીવી વાતમાં ઢીકાપાટુનો માર મારીને જાનથી મારી નાખવાની ધમકી મોરબી જિલ્લા રાજપૂત સમાજ દ્વારા આયોજિત નવરાત્રિ મહોત્સવમાં દીકરીઓએ બુલેટ અને બાઇક સાથે રજૂ કર્યો અદ્ભુત તલવાર રાસ
Breaking news
Morbi Today

મોરબી આયુષ હોસ્પિટલની પ્લાસ્ટીક સર્જરી જેવા સુપર સ્પેશિયાલીટી વિભાગમાં મહત્વ પૂર્ણ ઉપલબ્ધિ


SHARE









મોરબી આયુષ હોસ્પિટલની પ્લાસ્ટીક સર્જરી જેવા સુપર સ્પેશિયાલીટી વિભાગમાં મહત્વ પૂર્ણ ઉપલબ્ધિ


મોરબીના એક અંતરિયાળ ગામડામાં ખેત મજુરી કરી ગુજરાન ચલાવતા કેશુબેન પોતાના પૌત્ર નિમેષ સાથે રહેતા હતા. નિમેષના માથે માતા-પિતાની છત્રછાયા પણ ન હતી.૯ વર્ષનો બાળક પોતાના વૃદ્ધ દાદી સાથે રહેતો હતો.૩ વર્ષ પહેલાં અકસ્માતમાં નિમેષના હાથે ફેક્ચર થયું હતું.તેમાં ઇજાના લીધે હાથની એક નસનું પેરાલિસિસ થઇ જવાથી હાથ કાંડાના ભાગથી કામ કરવાનો બંધ થઈ ગયો હતો.વધુ સારવાર માટે આયુષ હોસ્પિટલ મોરબી આવ્યા હતા.આયુષ હોસ્પિટલના પ્લાસ્ટિક સર્જન ડો.આશિષ હડિયલ સાહેબના કહેવા મુજબ દર્દીને ‘વ્રીસ્ટ ડ્રોપ’ (wrist drop) થયેલો હતો.તેનું કારણ ‘રેડિયલ નર્વ’ (radial nerve) નામની મુખ્ય હાથની ચેતાની નસનું પેરાલિસિસ હતું. લાંબો સમય થયેલ હોવાથી નસની રિકવરીના કોઈ ચાન્સ ન હતા.આ હાલતમાં ‘ટેન્ડન ટ્રાન્સફર’ (tendon transfer) નામનું એક જટીલ ઓપરેશન કરવું પડે છે.સામાન્ય રીતે આ ઓપરેશન માટે રાજકોટ કે અમદાવાદ જવું પડતું હોય છે પરંતુ આયુષ હોસ્પિટલમાં પ્લાસ્ટિક સર્જન હોવાથી અહી જ એ ઓપરેશન ડો. આશિષ હડીયલ સાહેબ દ્વારા કરવામાં આવેલ.અત્યારે બાળકનો હાથ પૂરેપૂરો કામ કરે છે.

દર્દી આર્થીક કે સામાજિક રીતે સક્ષમ ના હોવાથી એને હાથ સારો થવાની આશા છોડી દિધી હતી. પરંતુ સરકારશ્રીની આયુષ્માન યોજના હોવાથી એનુ ઓપરેશન શક્ય બન્યુ હતુ.દર્દીએ સરકાર, આયુષ હોસ્પિટલ અને ડોક્ટરનો આભાર માન્યો હતો.




Latest News