મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ
SHARE
મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ
મોરબી શહેર ભાજપના પ્રમુખના નામની અગાઉ જાહેરાત કરવામાં આવી હતી ત્યાર બાદ હવે શહેર ભાજપની ટીમમાં ત્રણ ઉપપ્રમુખ અને બે મંત્રીઓની વરણી કરવામાં આવેલ છે. જેને ચોમેરથી આવકાર મળી રહ્યો છે.
મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ જયંતીભાઈ રાજકોટિયા દ્વારા મોરબી શહેર ભાજપના પ્રમુખ પદે અગાઉ નૈમિષ પંડિતના નામની જાહેરતા કરવામાં આવી હતી ત્યાર બાદ હવે ત્રણ ઉપપ્રમુખ અને બે મંત્રીઓના નામ જાહેર કરવામાં આવ્યા છે જેમાં ઉપપ્રમુખ પદે રોહિતભાઈ ડાયાભાઈ ડાભી, જલાભાઈ જસાભાઈ રાઠોડ અને જયવંતસિંહ હિંમતસિંહ જાડેજાનો સમાવેશ કરવામાં આવ્યો છે જ્યારે મંત્રીમાં નલિનકુમાર નટવરલાલ ભટ્ટ અને ખુશ્બુબેન સાવનભાઈ વાઘેલાનો સમાવેશ કર્યો છે. જેથી નવનિયુક્ત હોદેદારોને આવકાર મળી રહ્યો છે.