મોરબીમાં રાજ્યમંત્રી કાંતિલાલ અમૃતિયાના હસ્તે શ્રમિક અન્નપૂર્ણા યોજના કેન્દ્રનું લોકાર્પણ કરાયું મોરબીમાં જીવલેણ અકસ્માત સર્જે તે રીતે દોડતી સ્કોર્પિયો ગાડીને પોલીસે કબ્જે કરી: વાહન ચાલક અને ગાડીનો પીછો કરનારાઓની શોધખોળ મોરબીમાં સર્કલને રણછોડદાસ પગી અને અને રોડને સ્વ. પરબતભાઈ રબારી નામ આપવામાં આવતા રબારી સમાજમાં હર્ષની લાગણી મોરબીના કંડલા બાયપાસ રોડ પાસે રહેતા પરિવારની સગીર દીકરીનું અપહરણ મોરબીમાંથી બીયરના 24 ટીન સાથે બે શખ્સ પકડાયા ​​​​​​​વાંકાનેરના માટેલ નજીક કારખાનામાં રિવર્સમાં આવતા ટ્રક ટ્રેલરની નીચે કચડાઈ જવાથી યુવાનનું ઘટના સ્થળે જ મોત મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ
Breaking news
Morbi Today

મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત


SHARE









મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત

મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં યુવાન લપસીને પડી ગયો હતો જેથી તેને માથામાં ઇજા થતાં તે યુવાનને પ્રથમ મોરબી અને ત્યાર બાદ વધુ સારવાર માટે રાજકોટ સુધી લઈ ગયા હતા જો કે, ત્યાં સારવાર દરમ્યાન તેનું મોત નીપજયું હતું. જયારે મોરબીના સાપર ગામ નજીક આવેલ સોલોરેક્સ સિરામિક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત નીપજયું હતું.

મોરબીના ખાનપર ગામે રહેતા પ્રવીણભાઈ ત્રીકમજીભાઇ અમૃતિયા (45) પોતાના ઘરે હતા ત્યારે ફળિયામાં કોઈ કારણોસર અચાનક તેઓ પડી ગયા હતા જેથી તેને માથાના ભાગે ગંભીર ઇજા થઈ હોવાના કારણે પ્રાથમિક સારવાર માટે પ્રથમ મોરબી અને ત્યારબાદ વધુ સારવાર માટે તેને રાજકોટની સરકારી હોસ્પિટલે લઈ જવામાં આવ્યા હતા જો કે, સારવાર દરમિયાન તેઓનું મોત નીપજ્યું હોય આ બનાવ અંગેની આનંદભાઈ ત્રીકમજીભાઈ અમૃતિયા રહે. ખાનપર વાળાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે જ્યારે મોરબી તાલુકાના સાપર ગામની સીમમાં આવેલ સોલોરેક્સ સિરામિક કારખાનાના લેબર ક્વાર્ટરમાં રહેતો અર્જુન બગુમણભાઈ બિરૂવા (22) નામનો યુવાન ગઈકાલે સાંજે 6:00 વાગ્યાના અરસામાં કારખાનામાં કામ કરતો હતો ત્યારે તેને ઈલેક્ટ્રીક શૉટ લાગ્યો હતો જેથી તે યુવાનને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યો હતો અને આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ કરી હતી




Latest News