મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે બહેતર સીટી અભિયાન અંતર્ગત પત્રકાર પરિષદ યોજાઇ


SHARE









મોરબી જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે બહેતર સીટી અભિયાન અંતર્ગત પત્રકાર પરિષદ યોજાઇ

સમગ્ર ગુજરાત રાજ્યની અંદર પાંચ સીટીને બહેતર સિટી અભિયાન અંતર્ગત સિલેક્ટ કરવામાં આવ્યા છે જેમાં મોરબી શહેરનો પણ સમાવેશ થાય છે જેથી કરીને આજે મોરબી શહેરના રોડ ઉપર આવેલ જિલ્લા કોંગ્રેસ કાર્યલય ખાતે મોરબી જિલ્લા યુથ કોંગ્રેસના પ્રમુખની આગેવાની હેઠળ પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તેઓએ જણાવ્યું હતું કે, અભિયાન અંતર્ગત મોરબી શહેરના જુદા જુદા વોર્ડની અંદર લારીવાળા, રિક્ષાવાળાથી લઈને નાના વ્યક્તિ સુધી યુથ કોંગ્રેસની ટીમ પહોંચશે તેઓના પ્રશ્ન અને રજૂઆત સાંભળશે અને ત્યારબાદ તેનું નિરાકરણ લાવવા માટે થઈને પૂરા પ્રયત્ન કરવામાં આવશે

ઇન્ટરનેશનલ યુથ કોંગ્રેસ દ્વારા તાજેતરમાં બહેતર સીટી અભિયાન હાથ ધરવામાં આવ્યું છે જેના ભાગરૂપે ભારતના તમામ રાજ્યોમાંથી દરેક રાજ્યમાંથી પાંચ - પાંચ સીટીને પસંદ કરવામાં આવ્યા છે ત્યારે જો ગુજરાત રાજ્યની વાત કરીએ તો ગુજરાત રાજ્યમાંથી અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ અને મોરબી શહેરને બહેતર સિટી અભિયાન માટે થઈને ઇન્ટરનેશનલ યુથ કોંગ્રેસ દ્વારા પસંદ કરવામાં આવેલ છે ત્યારે મોરબી જિલ્લાનો આ અભિયાનની અંદર સમાવેશ કરવામાં આવતા મોરબી શહેરના સનાળા રોડ ઉપર આવેલ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે આજરોજ મોરબી જિલ્લા યુથ કોંગ્રેસના પ્રમુખ વસીમભાઈ મન્સૂરીની આગેવાની હેઠળ પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તેમણે જણાવ્યું હતું કે બહેતર સીટી અભિયાન અંતર્ગત મોરબી શહેરના તમામ વોર્ડની અંદર લારીવાળા, રિક્ષાવાળા થી લઈને નાના વ્યક્તિ સુધી કોંગ્રેસની ટીમ પહોંચશે અને તે લોકોની પ્રશ્ન અને રજૂઆત સાંભળશે ત્યારબાદ તેઓના જે કોઈ પ્રશ્નો અને સમસ્યાઓ સામે આવશે તેને ઉકેલવા માટે થઈને યુથ કોંગ્રેસની ટીમ દ્વારા પ્રયત્નો કરવામાં આવશે




Latest News