મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

મોરબીમાં અનલોગ ચીઝ અને પનીરનો ઉપયોગ કરતા શોપમાં ચેકિંગ, 15 કિલો વાસી ખાદ્યસામગ્રીનો કરાયો નાશ


SHARE









મોરબીમાં અનલોગ ચીઝ અને પનીરનો ઉપયોગ કરતા શોપમાં ચેકિંગ, 15 કિલો વાસી ખાદ્યસામગ્રીનો કરાયો નાશ

(જીગ્નેશ ભટ્ટ) મોરબી તા. 20 ફોટો મેટરરાજ્ય સરકાર દ્વારા અનલોગ ચીઝ અને પનીરના ઉપયોગ ઉપર પ્રતિબંધ મૂકાયો છે દરમ્યાન આજે મોરબીના સનાળા રોડ ઉપર આવેલ જુદી જુદી 10 જેટલી શોપમાં ફૂડ વિભાગની ટીમ દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું હતું અને ત્યાંથી મળી આવેલ 15 કિલો જેટલી વાસી ખાદ્ય સામગ્રીનો નાશ કરવામાં આવ્યો હતો અને આગામી દિવસોમાં આજ રીતે અન્ય વિસ્તારોમાં પણ ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવશે તેવું જાણવા મળેલ છે

મોરબીમાં ફૂડ વિભાગની ટીમ દ્વારા આજરોજ સનાળા રોડ ઉપર આવેલ જુદી જુદી ખાદ્ય સામગ્રીની દુકાનમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં ખાસ કરીને પીઝાના શોપમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું ત્યારે જુદી જુદી 10 જેટલી શોપમાં ચેકિંગ કરવામાં આવતા 15 કિલો જેટલો અખાદ્ય ખોરાક ત્યાંથી મળી આવ્યો હોય તેનો નાશ કરવામાં આવ્યો હતો. વધુમાં અધિકારી પાસેથી મળતી વિગત પ્રમાણે અનલોગ ચીઝ અને પનીરનો ઉપયોગ કરતી શોપમાં ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી દરમિયાન પાપા લુઇસ, રીયલ પેપરીકા, લાપીનોઝ સહિતના પીઝા શોપની અંદર ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી અને જુદીજુદી જગ્યાએ ફ્રીજની અંદર રાખવામાં આવેલ વાસી ખોરાક ત્યાં આવતા ગ્રાહકોના પીરસવામાં આવતો હોવાનું સામે આવ્યું હતું જેથી કરીને તે વાસી ખોરાકનો નાશ કરવામાં આવ્યો હતો અને દુકાનદારોને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી તેમજ આગામી સમયમાં આવી જ રીતે અન્ય વિસ્તારની અંદર ચેકીંગની કામગીરી હાથ ધરવામાં આવશે તેવું પણ અધિકારીએ જણાવ્યું છે




Latest News