મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

મોરબીના તળાવિયા શનાળા-ઘૂટું ગામ નજીક જુગારની બે રેડમાં 13 શખ્સ પકડાયા: 1.79 લાખની રોકડ કબ્જે


SHARE









મોરબીના તળાવિયા શનાળા-ઘૂટું ગામ નજીક જુગારની બે રેડમાં 13 શખ્સ પકડાયા: 1.79 લાખની રોકડ કબ્જે

મોરબીના તળાવીયા શનાળા ગામની સીમમાં કારખાના પાસે જુગારની રેડ કરી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી જુગાર રમતા 10 શખ્સો મળી આવ્યા હતા જ્યારે ઘૂટું રોડ ઉપર આવેલ હેલીપેડના ગ્રાઉન્ડ પાસે જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી જુગાર રમતા ત્રણ શખ્સો મળી આવ્યા હોય પોલીસે જુગારના જુદાજુદા બે ગુના નોંધીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી

મોરબી તાલુકાના તળાવિયા શનાળા ગામની સીમમાં સ્કોટલેન્ડ સીરામીક પાસે જાહેરમાં જુગાર રમતા હોવાની હકીકતા મળી હતી ત્યા પોલીસે જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી જુગાર રમતા નિલેશભાઈ સુરેશભાઈ સોલંકી રહે. રાતાભે, છોટુભાઈ અમરશીભાઈ મકવાણા રહે. નરાળી અને કિશોરભાઈ મનસુખભાઈ ભટ્ટી, દાતારામ સોનેલાલ કેવટ, ગણેશભાઈ પર્વતભાઈ શાહુ, કપિલભાઈ સંતરામભાઈ રાજપુત, કૃષ્ણકુમાર ઉદયભાન આહિરવાલ, મહોમદ આસિફ ઉર્ફે બબલુ હમીદખાન મનસુરી, રીન્કુકુમાર બંનેસિંગ માલવી, રોહિતકુમાર શ્યામસુંદર ચમાર, રાકેશભાઈ રામસેવક નિશાદ અને ઈત્રેન્દ્રસિંહ ઓમપ્રકાશ નિશાદ રહે. બધા સ્કોટલેન્ડ કારખાનાની ઓરડીમાં મોરબી વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી 1,52,300 નો મુદ્દામાલ કબજે કર્યો હતો જ્યારે જુગારની બીજી રેડ મોરબીના ઘૂટું રોડ ઉપર આવેલ હેલીપેડના ગ્રાઉન્ડ પાસે જાહેરમાં કરવામાં આવી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી જુગાર રમતા પ્રતાપભાઈ સવસીભાઈ દેલવાડીયા રહે. આઈટીઆઈ પાછળ મોરબી, અર્જુનભાઈ વિરમભાઈ કુંઢીયા રહે. ભીમસર અને મનસુખભાઈ નરસીભાઈ વાઘેલા રહે. આઈટીઆઈ પાછળ મોરબી વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી 26,750 ની રોકડ કબજે કરી હતી અને તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જુગારના બે ગુના નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.




Latest News