મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

મોરબીના રંગપર નજીક યુવાન ઉપર છરી વડે જીવલેણ હુમલો કરનારા બે શખ્સની ધરપકડ


SHARE









મોરબીના રંગપર નજીક યુવાન ઉપર છરી વડે જીવલેણ હુમલો કરનારા બે શખ્સની ધરપકડ

મોરબીના રંગપર રોડ ઉપર યુવાન છૂટક મજૂરીએ કામે જવા માટે તેને મિત્રની રાહ જોઈને ઉભો હતો ત્યારે ત્યાં બે શખ્સો તેની પાસે આવ્યા હતા અને ખોટી રીતે તેની સાથે બોલાચાલી કરીને ગાળો આપીને ઢીકાપાટુનો માર માર્યો હતો. ત્યાર બાદ બંને શખ્સો પાસે રહેલ છરી વડે યુવાન ઉપર હુમલો કરીને યુવાનને છાતી, ખભા અને ગળાના ભાગે ઇજા કરી હતી જેથી યુવાને સારવાર લીધા બાદ ફરિયાદ કરી હતી જે ગુનામાં પોલીસે બંને આરોપીને ઝડપી લઈને આગળની કાર્યવાહી કરેલ છે. 

મૂળ મધ્યપ્રદેશના રહેવાસી અને હાલમાં મોરબીના રંગપર રોડ ઉપર આવેલ એબીસી નામના બંધ પડેલા કારખાનામાં રહેતા સુનિલભાઈ કનૈયાલાલ બામણીયા (28) એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મુકેશ અને રિતેશ રહે. બંને મધ્ય પ્રદેશ વાળાની સામે ફરિયાદ કરી હતી જેમાં જણાવ્યુ હતું કે, રંગપર રોડ ઉપર એબીસી કારખાના સામે સત્યમ કાંટા પાસે તે ઉભો હતો અને છૂટક મજૂરીએ જવા માટે મિત્રની રાહ જોઈ રહ્યો હતો. દરમ્યાન બંને આરોપીઓ ત્યાં આવ્યા હતા અને ફરિયાદી સાથે ખોટી રીતે બોલાચાલી કરીને ગાળો આપી હતી અને ઢીકાપાટૂનો માર માર્યો હતો તેમજ મારી નાખવાના ઇરાદે બંને શખ્સોએ પોતાની પાસે રહેલી છરી વડે ફરિયાદી ઉપર હુમલો કર્યો હતો અને તેને છાતી, ખભા અને ગળા ઉપર છરી મારીને ઇજા કરવામાં આવી હતી અને ત્યારબાદ બંને આરોપીઓ સ્થળ ઉપરથી નાસી ગયા હતા જે બનાવની ફરિયાદ નોંધાયેલ હતી જેથી મોરબી તાલુકા પીઆઇ એન.એસ.ઘેટીયા અને તેની ટીમ આરોપીને પકડવા માટે તજવીજ કરી રહી હતી તેવામાં ગણતરીની કલાકોમાં આરોપી મુકેશ ગુલાબભાઇ ભૂરીયા રહે. હાલ સરતનપર રોડ મિલેનિયમ કારખાનાની ઓરડીમાં મૂળ રહે એમપી અને રિતેશ શેરસિંગ કનેશ રહે. હાલ ઊંચી માંડલ મૂળ રહે. મધ્ય પ્રદેશ વાળાની ધરપકડ કરેલ છે અને બંને આરોપીના રિમાન્ડ લેવા માટે તજવીજ હાથ ધરી છે.




Latest News