Morbi Today
મોરબીની એમ.પી.શેઠ ગર્લ્સ હાઇસ્કૂલ ખાતે જુદીજુદી સ્પર્ધાઓ યોજાયો
SHARE
મોરબીની એમ.પી.શેઠ ગર્લ્સ હાઇસ્કૂલ ખાતે જુદીજુદી સ્પર્ધાઓ યોજાયો
મોરબી શહેરમાં આવેલ એમ.પી. શેઠ ગર્લ્સ હાઇસ્કૂલ ખાતે અલગ-અલગ પ્રોજેક્ટ (સ્પર્ધાઓ)નું સફળ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રાખી સ્પર્ધા, મેમરી ટેસ્ટ (યાદશક્તિ કસોટી), આર્ટ એન્ડ ક્રાફ્ટ (વેસ્ટમાંથી બેસ્ટ), હેર સ્ટાઇલિંગ, મહેંદી સ્પર્ધા અને આરતી થાળી શણગારનો સમાવેશ થાય છે આ જુદીજુદી સ્પર્ધાઓમાં લગભગ ૧૫૦ જેટલી છોકરીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. અને આ કાર્યક્રમમાં હુઝેફા લકડવાલા, સોનલબેન શાહ, પ્રકાશભાઈ દોશી અને અમિતભાઈ પટેલ સહિતના હાજર રહ્યા હતા અને જુદીજુદી ઇવેન્ટમાં સક્રિયપણે ભાગ લીધો હતો.









