મોરબીમાં સ્કૂલના ઝઘડા બાદ બાળકો વચ્ચે ગરબી ચોક પાસે મારામારી, મોટાઓ વચ્ચે છરીઓ ઉડી અમારી ગાય કતલખાને ન જાય: ટંકારાના લજાઈ ગામે ગાયોના લાભાર્થે યોજાયેલ નાટકમાં 13 લાખનું દાન મળ્યું મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવવા મહાપાલિકામાં સ્ટિકર લાગ્યા: હવે શિવાજી મહારાજના વિચારો મુજબ કાર્યવાહી કરવા હિન્દુ સંગઠનોની ચીમકી માળિયા (મી) હળવદ રોડે બોલેરોની પાછળ ટ્રક અથડાતાં અકસ્માત: મિતાણા પાસે કાર ચાલકે હડફેટે લેતા ઇજા પામેલા વૃદ્ધ સારવારમાં માળિયા (મી) ના ખાખરેચી ગામ નજીક કારખાનાના કવાર્ટરમાં બીમારીથી કંટાળી ગયેલા યુવાને જીવનનો અંત આણ્યો વાંકાનેર તાલુકામાં અપમૃત્યુના બે બનાવ: એક યુવાનનું વીજ શોટ લાગતા મોત બીજાએ જીવન ટુકવ્યું મોરબીમાં પક્ષીઓને ફાયદો નહીં, નુકશાન કરે તેવી પ્રવૃતિ પક્ષી પ્રેમીઓએ બંધ કરવી જોઈએ: જીતુભાઇ ઠક્કર મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો
Breaking news
Morbi Today

મોરબીમાં દાઉદી વ્હોરા સમાજની શ્રદ્ધાસભર પદયાત્રા


SHARE









મોરબીમાં દાઉદી વ્હોરા સમાજની શ્રદ્ધાસભર પદયાત્રા

મૌલા ડો. સૈયદના આલીકાદર મુફદ્દલ સૈફુદ્દીન (TUS)ના મોરબી પધારવાના મુબારક અવસરને લઈને દાઉદી વ્હોરા સમાજમાં ખુશી અને ઉમંગનો માહોલ જોવા મળી રહ્યો છે. આ તકે મોરબીના દાઉદી વ્હોરા સમાજના ભાઈઓ, બેહનો, વડીલો અને બાળકો એકસાથે નાની બજારમાં આવેલી સૈફી મસ્જિદ ખાતેથી પદયાત્રા સ્વરૂપે નીકળ્યા હતા. અને મોલાએરાજા સાહેબની દરગાહે પહોંચ્યા હતા. દરગાહ શરીફ ખાતે પહોંચ્યા બાદ અકીદતમંદો દ્વારા મોલાએરાજા સાહેબની દરગાહ ખાતે મૌલા મોરબી પધારે તે માટે ખાસ દુઆ કરવામાં આવી હતી. આ પ્રસંગે મોરબી શહેર તેમજ સમગ્ર દાઉદી વ્હોરા સમાજમાં અમન, સલામતી, ખુશહાલી, બરકત અને ભાઈચારાની દુઆ કરવામાં આવી હતી. આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન દરગાહ શરીફ ખાતે ઈબાદત, દુઆ અને અકીદતનો માહોલ છવાઈ ગયો હતો. મોરબી દાઉદી વ્હોરા સમાજના લોકો દ્વારા મૌલા સાહેબના મુબારક આગમન નિમિત્તે ખાસ દુઆ કરી સમાજ અને શહેરની સલામતી તથા અમન-ચેન માટે પ્રાર્થના કરવામાં આવી હતી.




Latest News