મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

મોરબી નજીક સિરામિક કારખાનાના લેબર ક્વાર્ટરમાંથી 1.814 કિલોગ્રામ ગાંજાના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો


SHARE









મોરબી નજીક સિરામિક કારખાનાના લેબર ક્વાર્ટરમાંથી 1.814 કિલોગ્રામ ગાંજાના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો

મોરબીના જેતપર રોડ ઉપર આવેલ રંગપર ગામ નજીક સિરામિક કારખાનાના લેબર ક્વાર્ટરમાં રહેતા શખ્સ પાસે ગાંજાનો જથ્થો હોવાની ચોક્કસ હકીકત મળી હતી જેના આધારે એસઓજી ની ટીમ દ્વારા રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી 1.814 કિલોગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો જેથી કરીને ગાંજો, રોકડા રૂપિયા, મોબાઇલ આમ કુલ મળીને 98,350 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને આરોપીની ધરપકડ કરી હતી અને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે એનડીપીએસ એક્ટની જુદીજુદી કલમ હેઠળ ગુનો નોધી પોલીસે આગળની તપાસ હાથ ધરી છે

મોરબી જિલ્લા એસઓજી ની ટીમ પેટ્રોલિંગમાં હતી દરમિયાન મોરબીના જેતપર રોડ ઉપર રંગપર ગામ નજીક સોમનાથ પેટ્રોલપંપની સામેના ભાગમાં આવેલ સીરામીકના લેબર ક્વાર્ટરમાં રહેતા સુનિલ રાધેશ્યામભાઈ નામના શખ્સ પાસે ગાંજાનો જથ્થો હોવાની ચોક્કસ હકીકત મળી હતી જેના આધારે એસઓજી ની ટીમ દ્વારા સ્વેડ સિરામિક કારખાનાના લેબર ક્વાર્ટરની અંદર સુનિલ રાધેશ્યામભાઈ રહેતો હતો તે ક્વાર્ટર માં રેડ કરી હતી ત્યારે ત્યાં ઓરડીમાંથી ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે 1.814 કિલોગ્રામ ગાંજાનો જથ્થો જેની કિંમત 90,700 તથા ગાંજાનું વેચાણ કરીને મેળવેલા 2650 રૂપિયા રોકડા અને 5000 રૂપિયાની કિંમતનો એક મોબાઇલ ફોન આમ કુલ મળીને 98,350 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને આરોપી સુનિલ રાધેશ્યામ મોઆર રહે. હાલ સ્વેડ સીરામીક કારખાનાના ક્વાર્ટરમાં રંગપર મૂળ રહે બિહાર વાળાની ધરપકડ કરેલ છે અને તેની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે એનડીપીએસ એક્ટની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.




Latest News