મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

માળીયા (મી)ના વવાણીયા ગામે સ્મશાનમાં અજાણ્યા શખ્સ દ્વારા દેવી-દેવતાઓની મૂર્તિઓમાં કરવામાં આવી તોડફોડ


SHARE









માળીયા (મી)ના વવાણીયા ગામે સ્મશાનમાં અજાણ્યા શખ્સ દ્વારા દેવી-દેવતાઓની મૂર્તિઓમાં કરવામાં આવી તોડફોડ

માળીયા મીયાણા તાલુકાના વવાણીયા ગામે આવેલ સ્મશાનમાં હિન્દુ સમાજ દ્વારા મૂકવામાં આવેલ દેવી-દેવતાઓની મૂર્તિઓને કોઈ અજાણ્ય શખ્સ દ્વારા તોડફોડ કરવામાં આવેલ છે જેથી કરીને આ અંગે માળિયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અરજી આપવામાં આવી હતી જેના આધારે પોલીસ દ્વારા તપાસ કરીને હાલમાં ગામના સામાજિક આગેવાનની ફરિયાદ લઈને અજાણ્ય શખ્સની સામે ગુનો નોંધીને હિન્દુ સમાજની લાગણી દુભાય તેવું કૃત્ય કરનારા શખ્સને પકડવા માટે થઈને તજવીજ હાથ ધરવામાં આવી છે.

માળીયા મીયાણા તાલુકાના વવાણીયા ગામે રહેતા સામાજિક આગેવાન અશ્વિનસિંહ મેઘુભા પરમાર (50)એ અજાણ્યા શખ્સની સામે માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેણે જણાવ્યું છે કે, વાવણીયા ગામે જ્ઞાન નગરીમાં આવેલ હિન્દુ સમાજના સ્મશાનમાં પ્રવેશ કરીને કોઈ અજાણ્યા શખ્સ દ્વારા સ્મશાનમાં હિન્દુ સમાજ દ્વારા રાખવામાં આવેલ દેવી-દેવતાઓની મૂર્તિઓને જાણી જોઈને તોડફોડ કરીને ખંડિત કરવામાં આવેલ છે અને મૂર્તિઓમાં નુકસાન કરવામાં આવેલ છે જેથી કરીને હિન્દુ સમાજની લાગણી દુભાય તેવું કૃત્ય કરનાર શખ્સની સામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે હાલમાં બીએનએસની કલમ 298, 301, 324 મુજબ ગુનો નોંધીને આરોપીને શોધવા માટે તેમને તજવીજ હાથ ધરી છે.




Latest News