મોરબીમાં સાર્થક વિદ્યા મંદિર અને નિર્મલ સ્કૂલ અને મોટીબરારની મોડેલ સ્કૂલ ખાતે સંસ્કૃત ગૌરવ યાત્રા યોજાઇ
SHARE
મોરબીમાં સાર્થક વિદ્યા મંદિર અને નિર્મલ સ્કૂલ અને મોટીબરારની મોડેલ સ્કૂલ ખાતે સંસ્કૃત ગૌરવ યાત્રા યોજાઇ
જયતું સંસ્કૃતમ્ જયતું ભારતમ્ ના નાદ સાથે મોરબી જીલ્લામાં જુદીજુદી જગ્યાએ સંસ્કૃત યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું તેવી જ રીતે મોરબીમાં સાર્થક વિદ્યા મંદિર, નિર્મલ સ્કૂલ અને માળીયા તાલુકના મોટીબરાર ખાતે મોડેલ સ્કૂલ દ્વારા સંસ્કૃત ગૌરવ યાત્રાનુ આયોજન કરવામાં આવ્યું હતું.
ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ પ્રેરિત જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી દ્વારા મોરબી સાર્થક વિદ્યામંદિર તેમજ સંસ્કૃત ભારતી મોરબીના સહયોગથી સંસ્કૃત સપ્તાહ અને સંસ્કૃત દિવસ અંતર્ગતની સંસ્કૃત ગૌરવ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ તકે કલેકટર સ્વપ્નિલ ખરે, પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવત, જિલ્લા શિક્ષણ અધિકારી કે.એમ.મોતા, શાળાના ટ્રસ્ટીગણ કિશોરભાઈ શુક્લ,પ્રમોદસિંહ રાણા અને પ્રવીણભાઈ રાજાણી, સંસ્કૃત નોડલ અધિકારી હિતેશભાઈ અને દીપાબહેન, સંસ્કૃત તજજ્ઞ ધવલભાઈ અને વિવેકભાઈ સહિતના હાજર રહ્યા હતા આ તકે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો જેમાં ધ્યેય મંત્ર, વૈદિક મંત્રોચ્ચાર, સંસ્કૃત ગરબા, વિવિધ સંસ્કૃત કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. ત્યારબાદ સંસ્કૃત ગૌરવ યાત્રા યોજવામાં આવી હતી. જેમાં બહોળી સંખ્યામાં સંસ્કૃત અનુરાગીઓ, વાલી અને વિદ્યાર્થીઓ જોડાયા હતા.
મોરબીમાં આવેલ નિર્મલ વિધાલય ખાતે “સંસ્કૃત સપ્તાહ મહોત્સવ” ની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સંસ્કૃત ભાષાના મહત્વને ઉજાગર કરતી ‘સંસ્કૃત ગૌરવ યાત્રા’ નું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં વિદ્યાર્થીઓએ વિવિધ ઋષિ-મુનિઓ તેમજ પ્રાચીન ભારતીય સંસ્કૃતિને દર્શાવતી આકર્ષક વેશભૂષા ધારણ કરી સહભાગી થયા હતા. આ કાર્યક્રમમાં જિલ્લા શિક્ષણ અધિકારી કમલેશભાઈ મોતા, મોરબી મહાપાલિકા શિક્ષણ સમિતિના ચેરમેન ભગીરથભાઈ બરાસરા, કોર્પોરેટર ભગવતીબેન કુંડારિયા, નુતનબેન વિડજા તેમજ સ્કૂલ સંચાલક નિલેશભાઈ કુંડારીયા, રમણીકભાઈ બરાસરા, કૌશિકભાઈ દેસાઇ સહિતના હાજર રહ્યા હતા.
સંસ્કૃત ભાષાનુ ગૌરવ, સંરક્ષણ, સંવર્ધન હેતુ મોડેલ સ્કૂલ મોટીબરાર ખાતે સંસ્કૃત ગૌરવ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે ગામના સરપંચ સુરેશભાઈ ડાંગર, સરકારી કોલેજ માળીયાના આચાર્ય એમ.પી.જાદવ, માળીયા તાલુકાના ટીપીઇઑ શર્મિલાબેન હુંબલ, માળિયા તાલુકા શાળાના પ્રિન્સિપાલ મયુરભાઈ પરમાર તેમજ ગામના અગ્રણી જયેશભાઈ મુનશી સહિત હાજર રહ્યા હતા. અને યાત્રામાં જોડાયા હતા. ત્યાર બાદ સંસ્કૃત ભાષા ગૌરવને સૂચિત કરતા વિભિન્ન ગીતોના નાદ સાથે શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા ભવ્ય ગરબા રમવામાં આવ્યા હતા. અને આ યાત્રામાં સહભાગી બનનાર સૌ કોઈનો શાળાના આચાર્ય બી.એન.વિડજાએ આભાર વ્યક્ત કર્યો હતો.