ગુજરાતનાં 162 ધારાસભ્યો-25 સાંસદોમાંથી જે હોશિયાર હોય તેને વીજપોલના વળતર બાબતે લાઈવ ડિબેટમાં આવવા જેતપર સત્યાગ્રહ છાવણીના આગેવાનની ખુલ્લુ ચેલેન્જ
SHARE
ગુજરાતનાં 162 ધારાસભ્યો-25 સાંસદોમાંથી જે હોશિયાર હોય તેને વીજપોલના વળતર બાબતે લાઈવ ડિબેટમાં આવવા જેતપર સત્યાગ્રહ છાવણીના આગેવાનની ખુલ્લુ ચેલેન્જ
મોરબી જિલ્લાના જુદા જુદા ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂત જાગૃતિ અને ખેડૂત એકતા માટે થઈને જેતપર સત્યાગ્રહ આંદોલન સમિતિના આગેવાનો દ્વારા કાર્યક્રમ કરવામાં આવી રહ્યા છે જેના ભાગરૂપે બગથળા ગામે કાર્યક્રમ યોજાયો હતો ત્યારે મંચ ઉપર કહ્યું હતું કે, ભાજપના મળતિયા અને ભક્તો એવી વાતો કરે છે કે, સરકારે જાહેર કરેલા પરિપત્રથી ખેડૂતોને ફાયદો થશે તો ગુજરાતનાં ભાજપના 162 ધારાસભ્યો અને 25 સાંસદોમાંથી જે હોશિયાર હોય તે આવે સત્યાગ્રહ આંદોલન છાવણી ખાતે લાઈવ ડિબેટ કરવા માટે અને સાબિત કરી બતાવે કે કાયદાકીય રીતે ખેડૂતોને નવા પરિપત્રથી ફાયદો થશે અને ખેડૂતોની માંગણી ખોટી છે અને જો સાબિત ન કરી શકો તો રાજીનામાં મૂકીને બેસી જાઓ ખેડૂતોની સાથે સત્યગ્રહ છાવણીમાં ખેડૂતના સપોર્ટમાં તેવી ખુલ્લી ચેલેન્જ આપી છે.
સમગ્ર ગુજરાતની અંદર હાલમાં ખાનગી કંપનીના વીજપોલ ઊભા કરવાની કામગીરી ચાલી રહી છે દરમિયાન ખેડૂતો દ્વારા પૂરતા વળતરની માંગ કરવામાં આવી રહી છે જો કે, સરકાર દ્વારા નવી વળતર નીતિ માટે તા. 4/7/26 ના રોજ જે પરિપત્ર જાહેર કર્યો છે તેનો ખેડૂતો દ્વારા અસ્વીકાર કરવામાં આવ્યો છે અને ખેડૂતોને પૂરતું વળતર આપવામાં આવે તેવી માંગ ખેડૂતો કરી રહ્યા છે અને આજની તારીખે પણ મોરબીના જેતપર ગામે સત્યાગ્રહ છાવણી ચાલુ છે અને ત્યાં પ્રતિક ઉપવાસ આંદોલન ચાલુ જ છે. અને જુદા જુદા ગામના ખેડૂતો તેમજ મહિલાઓ છાવણીએ ખેડૂતોના સમર્થનમા આવી રહ્યા છે.
જયારે બીજી બાજુ ખેડૂતોને સંગઠિત કરવા માટે તેને સત્યાગ્રહ છાવણી દ્વારા જુદા જુદા ગ્રામ્ય વિસ્તારોની મુલાકાત કરીને ખેડૂતને જાગૃત કરીને સંગઠિત કરવા માટેના કાર્યક્રમ કરવામાં આવે છે મોરબીના બગથળા ગામે સોમવારે રાતે ખેડૂતોની એકતા અને જાગૃતિ માટે કાર્યક્રમ યોજાયો હતો જેમાં બગથળા અને આસપાસના ગામના ખેડૂતો તેમજ મહિલાઓ સહિતના લોકો આવ્યા હતા અને આ તકે સત્યાગ્રહ છાવણી જેતપર ખાતેથી નેહુલભાઈ અમૃતિયા, પટેલ પ્રતિકભાઇ, રાજુભાઈ અમૃતિયા, રાકેશભાઈ અમૃતિયા, નિકેતભાઈ પંચસરા સહિતના ત્યાં પહોંચ્યા હતા અને ખાનગી કંપનીના વીજપોલ ખેતરમાં આવવાના કારણે ખેડૂતોને કઈ પ્રકારે નુકસાન થાય છે અને તેઓની ઉપર ભવિષ્યમાં કેટલું જોખમ રહેવાનુ છે તેની માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
તો રાકેશભાઈ અમૃતિયાએ ખેડૂતોને સંબોધતા ખાનગી વીજ કંપનીને સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું હતું કે, હવે ખાનગી કંપનીના માણસો આવે તો કહી દેવાનું “કાં તો થાંભલા લઈ જાઓ, ને કાં તો પૂરું વળતર આપો, નહીં તો હવે ખેતરમાં ગરવા દેવાના નથી અને થાંભલા નાખવા દેવાના નથી” જ્યારે નેહુલભાઈ અમૃતિયાએ સરકાર માત્ર વીજપોલ આવે તેની જગ્યાના બે ગણા ગણીને વળતર આપવાની જાહેરાત કરે છે જો કે, બાકીની જમીનનો ભાવ અડધો થઈ જાય છે તે નુકશાનનું શું તે સૌથી મોટો સવાલ છે. માટે નવા પરિપત્રનો ખેડૂતોએ વિરોધ કર્યો છે તો પણ અધિકારીઓએ યેનકેન પ્રકારે એમઆરસી કમિટીમાં ખેડૂતોના નામ લખીને જે તે ગામ એમઆરસી સહમત છે તેવી જાહેરાતો કરવામાં આવે છે પરંતુ આ વાત સાચી નથી.
જેતપર આંદોલન સમિતિના સભ્ય પ્રતિકભાઈ પટેલે મંચ ઉપર કહ્યું હતું કે, હાલમાં ભાજપના મળતિયા અને ભક્તો એવી વાતો કરે છે કે, સરકારે જાહેર કરેલા પરિપત્રથી ખેડૂતોને ફાયદો થશે તો ગુજરાતનાં ભાજપના 162 ધારાસભ્યો અને 25 સાંસદોમાંથી 8 પાસ, 6 પાસ કે પછી જે હોશિયાર હોય તે આવે સત્યાગ્રહ આંદોલન છાવણી ખાતે લાઈવ ડિબેટ કરવા માટે અને સાબિત કરી બતાવે કે કાયદાકીય રીતે ખેડૂતોને નવા પરિપત્રથી ફાયદો થશે અને ખેડૂતોની માંગણી ખોટી છે અને જો સાબિત ન કરી શકો તો રાજીનામાં મૂકીને ખેડૂતોની સાથે સત્યગ્રહ છાવણીમાં બેસી જાઓ ખેડૂતના સપોર્ટમાં તેવી ખુલ્લી ચેલેન્જ આપી છે.