મોરબીમાં ક્રિષ્ના હોસ્પિટલના સ્ટાફ અને જુદીજુદી શાળાના વિદ્યાર્થીઓને અપાઈ ફાયરની તાલીમ મોરબી મહાપાલિકાની ટીમે એક અઠવાડીયામાં 35 ઢોરને પકડીને ડબ્બે પૂરી દીધા મોરબીમાં ગુરુવારથી દુર્ગાપુજા મહોત્સવનો પ્રારંભ મોરબીના રાજકોટ હાઇવે ઉપર બે બાઈક સામસામે અથડાતા ઇજાગ્રસ્ત વૃધ્ધ સારવારમાં મોરબી આઈટીઆઈ પાસે ડબલસવારી બાઈકને ટ્રકે ઉડાવતા બે યુવકને ઈજા મોરબી જીલ્લાના સરકારી શિક્ષકોના પગાર માટે એક્સિસ બેંક સાથે સેલેરી એકાઉન્ટ માટે એમઓયુ કરાયા લાયન્સ કલબ ઓફ મોરબી સીટી નો એક માનવીય સેવાકીય પ્રોજેક્ટ મોરબી જીલ્લામાં શરૂ કરાયેલ પાસપોર્ટ સેવા મોબાઇલ વાનને મળ્યો સારો પ્રતિસાદ
Breaking news
Morbi Today

મોરબી તાલુકામાંથી ત્રણ વર્ષના બાળકનું અપહરણ કરવાના બનાવમાં ખોદયો પહાડ અને નીકળ્યો ઉંદર જેવો ઘાટ


SHARE









મોરબી તાલુકામાંથી ત્રણ વર્ષના બાળકનું અપહરણ કરવાના બનાવમાં ખોદયો પહાડ અને નીકળ્યો ઉંદર જેવો ઘાટ

મોરબીના ઘુટુ ગામની સીમમાં આવેલ કારખાનામાં રહેતા પરિવારના ત્રણ વર્ષના બાળકનું અપહરણ થયું હોવાની તે બાળકની માતાએ ફરિયાદ કરી હતી જેની તપાસ દરમ્યાન બાળકને લઈ ગયેલ વ્યક્તિએ બાળકના પિતાને જાણ કરી હોવાનું સામે આવ્યું છે અને હાલમાં બાળકને તેના વાલીને સોંપી દેવામાં આવેલ છે.

મૂળ ઉત્તર પ્રદેશના રહેવાસી અને હાલમાં ઘુટુ ગામની સીમમાં આવેલ સ્પેનસરા સિરામિક કારખાનાના લેબર ક્વાર્ટરની અંદર રહેતા અર્ચનાબેન રાજુભાઈ વર્મા (26) એ થોડા દિવસો પહેલા સંતોષ નવલા આદિવાસી રહે. કોલારસ જિલ્લો શિવપુરી વાળાની સામે દીકરાના અપહરણની ફરિયાદ કરી હતી જેમાં જણાવ્યુ હતું કે, તેઓના ત્રણ વર્ષના દીકરા અંતાક્ષને આરોપી બજારમાંથી રમકડું લઈ આપવાના બહાને લઈ ગયેલ છે અને ફરિયાદીના બાળકનું અપહરણ કર્યું છે જેથી પોલીસે બાળકના અપહરણનો ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને આ બનાવની તપાસ દરમ્યાન આરોપી સંતોષભાઇ નવલાભાઈ અને બાળક બંને ચરાડવાથી કોઈ એમ.પી. બાજુ જતી બસમાં ગયેલ છે જેથી પોલીસની એક ટીમ એમ.પી. આરોપીના ઘરે મોકલી હતી અને બીજી બાજુ આરોપીનો મોબાઈલ ફોન પણ પોલીસ ટ્રેસ કરી રહી હતી.

તેવામાં આરોપી સંતોષભાઈએ એમ.પી.માં ઘરે પહોચીને મોબાઈલ ફોન કરીને કહ્યું હતું કે, “હું અને અંતાક્ષ મારા ઘરે સુરક્ષીત પહોચી ગયેલ છીએ” જેથી તાલુકા પોલીસે ત્યાં જઈને અંતાક્ષને હસ્તગત કર્યો હતો અને સંતોષભાઈને અંતાક્ષને સાથે લઇ આવવા બાબતે પુછતા તેને કહ્યું હતું કે, મારી માતાની તબીયત બરાબર ન હતી જેથી મારા ઘરે આવેલ હતો અને આ વખતે અંતાક્ષ પાસે જે મોબાઈલ ફોન હતો તે સ્વીચ ઓફ થઇ ગયેલ હતો જેથી મારે રાજુભાઈ સાથે કોઈ સંપર્ક થયેલ નથી. પરંતુ આ સંતોષભાઈએ રાજુભાઈને તેમના દિકરા અંતાક્ષને પોતાની સાથે પોતાના ઘરે એમ.પી. લઈ જવાની વાત કરેલ હતી. હાલમાં પોલીસે બાળક તેના વાલીવારસને સોપી દીધેલ છે. અને મહિલાની ગેરસમજથી ફરિયાદ થઈ હોવાનું સામે આવ્યું છે આ કામગીરી તાલુકા પીઆઇ એન.એસ.ઘેટીયાની સૂચના મુજબ સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.




Latest News