મોરબીમાં ક્રિષ્ના હોસ્પિટલના સ્ટાફ અને જુદીજુદી શાળાના વિદ્યાર્થીઓને અપાઈ ફાયરની તાલીમ મોરબી મહાપાલિકાની ટીમે એક અઠવાડીયામાં 35 ઢોરને પકડીને ડબ્બે પૂરી દીધા મોરબીમાં ગુરુવારથી દુર્ગાપુજા મહોત્સવનો પ્રારંભ મોરબીના રાજકોટ હાઇવે ઉપર બે બાઈક સામસામે અથડાતા ઇજાગ્રસ્ત વૃધ્ધ સારવારમાં મોરબી આઈટીઆઈ પાસે ડબલસવારી બાઈકને ટ્રકે ઉડાવતા બે યુવકને ઈજા મોરબી જીલ્લાના સરકારી શિક્ષકોના પગાર માટે એક્સિસ બેંક સાથે સેલેરી એકાઉન્ટ માટે એમઓયુ કરાયા લાયન્સ કલબ ઓફ મોરબી સીટી નો એક માનવીય સેવાકીય પ્રોજેક્ટ મોરબી જીલ્લામાં શરૂ કરાયેલ પાસપોર્ટ સેવા મોબાઇલ વાનને મળ્યો સારો પ્રતિસાદ
Breaking news
Morbi Today

નેપાળમાં અચાનક આવેલા પૂરના પગલે મોરબી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા હેલ્પલાઇન જાહેર


SHARE









નેપાળમાં અચાનક આવેલા પૂરના પગલે મોરબી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા હેલ્પલાઇન જાહેર

નેપાળ-ચીન સરહદ નજીક લિબેટ તરફથી ભોટેકોશી નદીમાં અચાનક પૂર આવવાના કારણે નેપાળના વિવિધ વિસ્તારોમાં મોટા પ્રમાણમાં જાનમાલને નુકસાન થયું છે આ પરિસ્થિતિને ધ્યાનમાં લઈ મોરબી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લાના નાગરિકોને જરૂરી મદદ અને માર્ગદર્શન મળી રહે તે માટે જિલ્લા ઇમરજન્સી ઓપરેશન સેન્ટર (DEOC) ખાતે હેલ્પલાઇન જાહેર કરવામાં આવી છે.

મોરબી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લાના નાગરિકોને અનુરોધ કરવામાં આવે છે કે, તેમના પરિવારજનો, સગા-સંબંધીઓ અથવા પરિચિતોમાંથી કોઈ વ્યક્તિ નેપાળમાં ફસાયેલ હોય, ગુમ થયેલ હોય, જાનમાલનું નુકસાન થયેલ હોય અથવા કોઈપણ પ્રકારની તાત્કાલિક સહાયની જરૂરિયાત હોય તો જિલ્લા ઇમરજન્સી ઓપરેશન સેન્ટરનો તાત્કાલિક સંપર્ક કરવા માટે જણાવ્યુ છે અને મોરબી જિલ્લા ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના ટોલ-ફ્રી નંબર ૧૦૭૭ ઉપરાંત (૦૨૮૨૨) ૨૪૩૩૦૦ તથા (૦૨૮૨૨) ૨૪૩૪૩૫ પર સંપર્ક કરી શકાશે. આ ઉપરાંત નેપાળમાં સ્થાનિક તંત્રનો સંપર્ક કરવા માટેના નેપાળ ઇમરજન્સી સંપર્ક નંબરો +૯૭૭ ૯૮૫ ૧૩૧ ૬૮૦૭ તથા +૯૭૭ ૯૭૦ ૯૧૦ ૭૫૦૦ પણ જાહેર કરવામાં આવ્યા છે. જિલ્લા ઇમરજન્સી ઓપરેશન સેન્ટરને પ્રાપ્ત થતી માહિતીના આધારે સંબંધિત તંત્ર સાથે જરૂરી સંકલન કરી શક્ય તેટલી જરૂરી રાહત અને માર્ગદર્શન પૂરું પાડવા માટે કાર્યવાહી કરવામાં આવશે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવે છે કે, નેપાળમાં રહેલા પોતાના પરિવારજનો અને પરિચિતોની સલામતી અંગે કોઈ ચિંતા કે જરૂરીયાત હોય તો ગભરાયા વિના ઉપરોક્ત હેલ્પલાઇન નંબરો પર તાત્કાલિક સંપર્ક કરવામાં આવે તે જરૂરી છે.




Latest News