મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

કચ્છના સાંસદ વિનોદભાઇ ચાવડાએ સરહદના સંત્રીઓ સાથે કરી રક્ષાબંધન પર્વની ઉજવણી


SHARE









કચ્છના સાંસદ વિનોદભાઇ ચાવડાએ સરહદના સંત્રીઓ સાથે કરી રક્ષાબંધન પર્વની ઉજવણી

રક્ષા બંધન નિમિતે કચ્છ લોકસભા દ્વારા કચ્છના સાંસદ વિનોદભાઇ ચાવડાએ સરહદના જવાનો સંગ અબડાસા તાલુકાનાં અકરી BSF કેમ્પ ખાતે ભાજપા મંડલ, સંગઠન સ્નેહી બહેનો સાથે જઇ “સાંસદ સરહદ રક્ષાબંધન” ત્યોહાર ની ઉજવણી કરી છે.

ભારત તહેવારો નો દેશ છે. આપણે ધાર્મિક, સામાજીક અને રાષ્ટ્રીય તહેવારો ઉજવીએ છીએ તેમાં પણ ભાઈ બહેનના પ્રેમનું પ્રતિક રક્ષા બંધનના દિવસે બહેન ભાઈની કલાઈ પર રાખડી બાંધી ને આશિષ આપે છે. અને ભાઈ બહેન ના સુખ દુખ માં સહભાગી થવાનો વચન આપે છે. તેમ જણાવતા સાંસદ વિનોદભાઇએ જણાવ્યુ હતુ કે, પવિત્ર દિવસ ને બળેવ તરીકે પણ ઓળખાય છે. પવિત્ર દિને બ્રાહમણો જનોઇ બદલે છે.

માછીમારો દરિયા દેવની પુજા કરે છે. આપણી અને આપણા માં ભોમ ની રક્ષા કરતાં સરહદના સંત્રીઓ પણ કોઈ બહેન ના ભાઇ છે. રક્ષા બંધનના વતન થી દુર, બિહામણા રણ પ્રદેશ, દરિયા કિનારે અથવા સરહદે સતત હાજર રહી સરહદના સંત્રીઓને તેમના દીલને પણ ઓછું ન લાગે માટે દર વર્ષે લોક પ્રતિનિધિઓ સંગઠન અને સાથી મિત્રો સાથે વિવિધ બોર્ડર ચેક પોસ્ટ પર જઇ તેમના ખમીર – સેવા અને સુરક્ષા ને બિરદાવી સાથે આવેલ બહેનો દ્વારા તેમનું મોઢું મીઠું કરાવી રક્ષા સુત્ર બાંધી તેમને આશિષ પાઠવમાં આવે છે. તેમ

વધુમાં સાંસદે જણાવ્યુ હતુ. અકરી BSFકેમ્પ ના જવાનો સાથે ઉજવણી કરવામાં આવી હતી. તેમજ દરેક જવાનો ને મીઠાઇ નું બોક્ષ અને સાલ વડે સન્માન કરવામાં આવેલ, આ પ્રસંગે મહાનુભાવોમાં સી.ઓ અકરી બી.એસ.એફ. કેમ્પ વતી કમાન્ડટ જગબીરસિંહ બદવાર, ડેપ્યુટી કમાન્ડટ રાકેશપતિ કુશવાહા, આસિસ્ટન્ટ કમાન્ડટ આશિષકુમાર વર્માએ આવકાર આપી જવાનોનો પરિચય આપ્યો હતો. સાંસદ વિનોદભાઇ ચાવડાએ વીર જવાનોને બિરદાવયા હતા. આ તકે અનેક રાજકીય આગેવાનો હાજર રહ્યા હતા અને પારૂલબેન કારા, લક્ષ્મીબેન ખેતાણી, નયનાબેન પટેલ, જાગૃતિબેન ઠક્કર, નિતાબેન ઠક્કર, ઇલાબેન ચાવડા સહિતના બહેનોએ રાખડી બાંધીને સરહદના સંત્રીઓને આશિષ પાઠવ્યા હતા.




Latest News