મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

ટંકારાની યોગ ટીમ દ્વારા નિવૃત આર્મીમેન-પોલીસ વિગેરેને રાખડી બાંધીને ઉજવાઇ રક્ષાબંધન


SHARE









ટંકારાની યોગ ટીમ દ્વારા નિવૃત આર્મીમેન-પોલીસ વિગેરેને રાખડી બાંધીને ઉજવાઇ રક્ષાબંધન

“રક્ષાસૂત્ર માત્ર કાંડા પર બંધાતો દોરો નથી, તે સન્માન, વિશ્વાસ, કૃતજ્ઞતા અને એકબીજાના સાથનું પવિત્ર બંધન છે.” ત્યારે રક્ષાબંધનના પાવન પર્વ નિમિત્તે યોગ ટીમ ટંકારા દ્વારા આયોજિત ‘બંધન ફોર ફૌજી’ કાર્યક્રમ અંતર્ગત ટંકારાની માતૃશક્તિએ રાષ્ટ્ર અને સમાજની સેવા સાથે જોડાયેલા વિવિધ વર્ગો પ્રત્યે સન્માન અને કૃતજ્ઞતાની અનોખી અભિવ્યક્તિ કરી હતી.

આ કાર્યક્રમ દરમિયાન દેશની સુરક્ષા માટે પોતાના જીવનના અમૂલ્ય વર્ષો સમર્પિત કરનાર નિવૃત્ત આર્મી જવાનોને રક્ષાસૂત્ર બાંધી તેમના શૌર્ય, ત્યાગ અને રાષ્ટ્રપ્રત્યેની અવિરત નિષ્ઠાને નમન કરવામાં આવ્યું હતું. આ સાથે ટંકારા પોલીસ સ્ટેશન ખાતે પહોંચીને પોલીસકર્મીઓને પણ રાખડી બાંધી, કાયદો-વ્યવસ્થા, શાંતિ અને જનસુરક્ષા માટે સતત ફરજ બજાવતા પોલીસ પરિવાર પ્રત્યે આદર વ્યક્ત કરવામાં આવ્યો હતો. તેમજ ટંકારાના સામાજિક આગેવાનો, સેવાભાવી અગ્રણીઓ, નગરપાલિકાના હોદ્દેદારો અને ગ્રામજનોને પણ રક્ષાસૂત્ર બાંધી, સમાજના વિકાસ અને લોકહિત માટે તેમના યોગદાનને સન્માનિત કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ સમાજ માટે પોતાની રીતે નિષ્ઠાપૂર્વક કાર્ય કરતા દરેક વ્યક્તિ અને વર્ગ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો હતો.આ સમગ્ર આયોજન યોગપ્રચારક એડ. કંચન સારેસા (યોગકોચ, પતંજલિ તાલુકા પ્રભારી) તથા યોગ કોચ ડિમ્પલબેન સારેસા (યોગકોચ, પતંજલિ તાલુકા મહામંત્રી)ના માર્ગદર્શન હેઠળ યોગ ટીમ ટંકારાની માતૃશક્તિ દ્વારા કરવામાં આવ્યું હતું.




Latest News