મોરબીમાં ડ્રેનેજ સમિતિના ચેરમેને સફાઈ કર્મી બહેનોના હસ્તે રાખડી બંધાવીને કરી રક્ષાબંધન પર્વની ઉજવણી મોરબી સબજેલ ખાતે જેલ પ્રસશનના સહયોગથી સગી બહેનોએ ભાઈઓને રાખડી બાંધીને કરી રક્ષાબંધન પર્વની ઉજવણી મોરબીની સિલ્વર પાર્ક સોસાયટીમાંથી 1092 બોટલ દારૂ ભરેલ સુપરકેરી વાહન ઝડપાયું. 11.21 લાખનો મુદામાલ કબ્જે: આરોપીની શોધખોળ મોરબીમાં હઝરત બાવા અહેમદશાહ ગ્રુપ દ્વારા આયોજિત રક્તદાન કેમ્પમાં 106 લોકોએ કર્યું રક્તદાન કચ્છના સાંસદ વિનોદભાઇ ચાવડાએ સરહદના સંત્રીઓ સાથે કરી રક્ષાબંધન પર્વની ઉજવણી ટંકારાની યોગ ટીમ દ્વારા નિવૃત આર્મીમેન-પોલીસ વિગેરેને રાખડી બાંધીને ઉજવાઇ રક્ષાબંધન ટંકારાના લજાઈ ગામ પાસે આવેલ ઉમિયા માનવ મંદિર ખાતે વડીલોને રાખડી બાંધીને પોલીસે રક્ષાબંધનની કરી ઉજવણી મોરબી, હળવદ અને ટંકારાના જોધપર (ઝાલા) ગામે જુગારની કુલ 4 રેડ: 12 શખ્સ પકડાયા-2 ફરાર
Breaking news
Morbi Today

મોરબીની સિલ્વર પાર્ક સોસાયટીમાંથી 1092 બોટલ દારૂ ભરેલ સુપરકેરી વાહન ઝડપાયું. 11.21 લાખનો મુદામાલ કબ્જે: આરોપીની શોધખોળ


SHARE





મોરબીની સિલ્વર પાર્ક સોસાયટીમાંથી 1092 બોટલ દારૂ ભરેલ સુપરકેરી વાહન ઝડપાયું. 11.21 લાખનો મુદામાલ કબ્જે: આરોપીની શોધખોળ

મોરબીના જુના ઘૂટું રોડ ઉપર આવેલ સિલ્વર પાર્ક સોસાયટી પાસેથી સુપરકેરી માલ વાહક ગાડી પાર્ક કરીને મૂકી છે અને તેમાં દારૂનો જથ્થો ભરેલો છે જેને સગેવગે કરવાની તૈયારી કરવામાં આવી રહી છે તેવી હક્કિત એલસીબીની ટીમને મળી હતી જેના આધારે ત્યાં રેડ કરી હતી ત્યારે ગાડીમાંથી 1,092 બોટલ દારૂ મળી આવતા 8,21,292 ની કિંમતણો દારૂ તથા વાહન મળીને 11.21 લાખથી વધુની કિંમતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે અને હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે વાહન રેઢું મૂકીને નાસી ગયેલા શખ્સ સહિત તપાસમાં જેના નામ ખુલે તેની સામે ગુનો નોંધીને પોલીસ આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

મોરબી જિલ્લા એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મોરબીના જુના ઘૂટું રોડ ઉપર સિલ્વર પાર્ક સોસાયટીમાં સુપરકેરી માલવાહક ગાડી નંબર જીજે 36 વી 5715 પડી હતી અને તેમાં દારૂનો જથ્થો હોવાની ચોક્કસ હકીકત મળી હતી જેના આધારે પોલીસ દ્વારા રેડ કરીને તે વાહનને ચેક કરવામાં આવ્યું હતું ત્યારે વાહનમાંથી દારૂની અલગ અલગ બ્રાન્ડની મોટી 1092 બોટલ મળી આવી હતી જેથી પોલીસે 8,21,292 ની કિંમતનો દારૂનો જથ્થો તથા 3 લાખ રૂપિયાની કિંમતનું વાહન આમ કુલ મળીને 11,21,292 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો છે અને હાલમાં સુપરકેરી માલ વાહક વાહન રેઢું મૂકીને નાસી ગયેલા શખ્સ સહિત તપાસમાં જેના નામ સામે આવે તેની સામે ગુનો નોંધીને પોલીસે આરોપીઓને પકડવા માટે તજવી શરૂ કરે છે આ કામગીરી મોરબી જિલ્લા એલસીબીના પીઆઇ એસ.પી.જાડેજા ની સુચના મુજબ સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી




Latest News