મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

મોરબી સબજેલ ખાતે જેલ પ્રસશનના સહયોગથી સગી બહેનોએ ભાઈઓને રાખડી બાંધીને કરી રક્ષાબંધન પર્વની ઉજવણી


SHARE









મોરબી સબજેલ ખાતે જેલ પ્રસશનના સહયોગથી સગી બહેનોએ ભાઈઓને રાખડી બાંધીને કરી રક્ષાબંધન પર્વની ઉજવણી

રક્ષાબંધનના પવિત્ર દિવસની આજે દરેક જગ્યાએ ઉજવણી કરવામાં આવી રહી છે અને બહેનો તેના ભાઈને રક્ષા કવચ એટલે કે “રાખડી” બાંધી રહી છે ત્યારે મોરબી સબ જેલની અંદર રહેલા કેદીઓને પણ તેની બહેનનો રક્ષાબંધન નિમિત્તે રાખડી બાંધી શકે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી અને જેલ પ્રશાસન દ્વારા રક્ષાબંધનના પવિત્ર દિવસે બહેનો તેના ભાઈને રાખડી બાંધે તે માટેનું આયોજન કરવામાં આવ્યું હતું.

સમગ્ર દેશની અંદર આજે રક્ષાબંધનના પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે મોરબીના જેલ રોડ ઉપર આવેલ સબ જેલ ખાતે બંધ રહેલા કેદી ભાઈઓને પણ તેઓની બહેનો રક્ષાબંધનના દિવસે રાખડી બાંધી શકે તે માટે થઈને જેલ પ્રશાસન દ્વારા વ્યવસ્થા કરવામાં આવી હતી અને મોરબીની સબ જેલની અંદર બંધ રહેલા કેદી ભાઈઓને તેઓની બહેનો રાખડી બાંધીને રક્ષાબંધનના પર્વની ઉજવણી કરી શકે તે માટે મોરબી સબજેલના ઇન્ચાર્જ અધિક્ષક એચ.એ.બાબરીયા સહિતની ટિમ દ્વારા રાખડી બાંધવા માટેની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી અને આ જેલની અંદર બંધ રહેલા કેદી ભાઈઓમાંથી લગભગ 150 કરતાં વધુ કેદીઓની તેઓની બહેને મોરબીની સબ જેલ ખાતે આવીને રક્ષા કવચ એટલે કે રાખડી બાંધી હતી અને તેની લાંબી ઉમર માટે પ્રાર્થના અને દુઆઑ કરી હતી. જો કે જેલમાં રાખવામા આવેલ મહિલા કેદીઓના ભાઈ આજે રક્ષાબંધનના દિવસે જેલ ખાતે આવેલ ન હતા જેથી કેદી મહિલાઓના હસ્તે જેલના અધિકારી અને કર્મચારીઓએ રાખડી બાંધવી હતી વધુમાં મોરબી સબજેલના ઇન્ચાર્જ અધિક્ષક એચ.એ.બાબરીયાએ જણાવ્યુ હતું કે, હાલમાં કોઈને કોઈ ભૂલના કારણે જેલમાં આવેલા કેદી ભાઈઓ ભવિષ્યમાં અહીથી બહાર જાય પછી તેઓને પાછા અહી આવવું ન પડે અને તેઓના બહેનોને અહી રાખડી બાધવા માટે ન આવવું પડે તેવા સારા નાગરિક બને તેવી રક્ષાબંધનના દિવસે શુભકમનાઓ પાઠવી હતી. 




Latest News