મોરબીમાં વિદ્યુત સ્મશાન ખાતે રામધૂનને એક વર્ષ પૂર્ણ થતાં રામ જન્મથી રાજ્યભિષેક સુધીનું નાટક યોજાયું
મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
SHARE
મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
મોરબી જીલ્લામાં નાસતા ફરતા આરોપીઓને પકડવા માટેની કાવયત કરવામાં આવી રહી છે તેવામાં એલસીબીની ટિમ દ્વારા જુદાજુદા ગુનામાં એક મહિલા સહિત કુલ બે આરોપીને પકડવામાં આવેલ છે.
ભુજ સરહદી રેન્જના આઇજીની સૂચના અને મોરબીના એસપીના માર્ગદર્શન હેઠળ જીલ્લામાં જુદાજુદા ગુનામાં નાસતા ફરતા આરોપીઓને પકડવા માટે તજવીજ ચાલી રહી છે. દરમ્યાન એલસીબીના પીઆઇ એસ.પી.જાડેજાની સૂચના મુજબ સ્ટાફ કામગીરી કરી રહ્યો છે અને નાસતા ફરતા આરોપીઓને પકડવા સારૂ ટેકનીકલ માધ્યમ, હ્યુમન સોર્શીસ અને ખાનગી બાતમીદારો મારફતે નાસતા ફરતા આરોપીઓને પકડવા માટેની તજવીજ ચાલી રહી હતી તેવામાં ભુજ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારના ગુન્હામાં નાસતા ફરતા આરોપી અભિષેક અજયભાઇ શર્મા (24) રહે. સમસારા લક્ઝરી એપાર્ટમેન્ટ જે ટાવર-૦૦૧ ટી.પી.-૧૩ છાણી જકાતનાકા વડોદરા વાળાને વડોદરા ખાતેથી પાદકીને ભુજ શહેર બી ડિવિઝન પોલીસને સોંપી આપેલ છે. જયારે મોરબી તાલુકાના દારૂના ગુનામાં નાસતા ફરતા આરોપી ફરીદાબેન જયંતીભાઇ ચૌહાણ (40) રહે. ચીલોડા તાલુકો ચોટીલા વાળીને મોરબીના જાંબુડીયા ગામ પાસે ઓવરબ્રિજ નજીકથી પકડીને મોરબી તાલુકા પોલીસને સોંપી આપેલ છે.