મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા મોરબીમાં વિદ્યુત સ્મશાન ખાતે રામધૂનને એક વર્ષ પૂર્ણ થતાં રામ જન્મથી રાજ્યભિષેક સુધીનું નાટક યોજાયું ​​​​​​​મોરબીમાંથી નીકળતા નવા નેશનલ હાઇવેનો ખેડૂતો દ્વારા વિરોધ છતાં કામ ચાલુ !
Breaking news
Morbi Today

મોરબીમાં વિદ્યુત સ્મશાન ખાતે રામધૂનને એક વર્ષ પૂર્ણ થતાં રામ જન્મથી રાજ્યભિષેક સુધીનું નાટક યોજાયું


SHARE









મોરબીમાં વિદ્યુત સ્મશાન ખાતે રામધૂનને એક વર્ષ પૂર્ણ થતાં રામ જન્મથી રાજ્યભિષેક સુધીનું નાટક યોજાયું

મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ શ્રી શાંતિ ધામ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત ઈલેક્ટ્રીક સ્મશાનમાં શ્રી રામધુન મોક્ષ ધૂન મંડળ દ્વારા છેલ્લા એક વર્ષથી રોજ 2 થી 6 રામધુન કરવામાં આવે છે અને દર મહિનાની અગિયારસએ 12 કલાકની રામધૂન રાખવામાં આવે છે અને દર અમાસના દિવસે પણ 12 કલાક સુધી રામધૂન કરવામાં આવે છે 

તાજેતરમાં મોરબીની શ્રી સરસ્વતી શિશુ મંદિર સ્કૂલના ધો. 3 ના બાળકો શ્રી રામધુન મોક્ષ મંડળ હોલની એક વર્ષની પૂર્ણાહુતિ સમયે આવ્યા હતા અને તેમના દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો હતો જેમાં શ્રી રામના જન્મથી શ્રી રામનો રાજ્યભિષેક થયો ત્યાં સુધીનો તમામ વિગતવાર નાટ્ય સ્વરૂપે રજૂ કરેલ હતું આ પ્રસંગે શ્રી શાંતિધામ ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ દ્વારા આર્થિક સહયોગ કરાયો હતો. જેમાં રૂપિયા ૫૧,૦૦૦ સ્વ.ઉદયસિંહ જાડેજા પરીવાર (જયદીપ કુ.) હસ્તે દિલુભા જાડેજા, ૫૧,૦૦૦ પ્રવીણભાઈ ભાલોડીયા તરફથી, ૫૦૦૦ રૂપિયા ચંદ્રકાંતભાઈ દફતરી તરફથી શિશુ મંદિરને ભેટ આપવામાં આવેલ હતા. તેમજ સ્વ.ઉદયસિંહ મનુભા જાડેજા (જયદીપ પરિવાર) તરફી શિશુ મંદિરના બાળકોને ભણતર માટે ઉપયોગી કીટ થેલા, કંપાસ, પેન અને ચોપડા આપવામાં આવ્યા હતા.




Latest News