મોરબીમાં ક્રિષ્ના હોસ્પિટલના સ્ટાફ અને જુદીજુદી શાળાના વિદ્યાર્થીઓને અપાઈ ફાયરની તાલીમ મોરબી મહાપાલિકાની ટીમે એક અઠવાડીયામાં 35 ઢોરને પકડીને ડબ્બે પૂરી દીધા મોરબીમાં ગુરુવારથી દુર્ગાપુજા મહોત્સવનો પ્રારંભ મોરબીના રાજકોટ હાઇવે ઉપર બે બાઈક સામસામે અથડાતા ઇજાગ્રસ્ત વૃધ્ધ સારવારમાં મોરબી આઈટીઆઈ પાસે ડબલસવારી બાઈકને ટ્રકે ઉડાવતા બે યુવકને ઈજા મોરબી જીલ્લાના સરકારી શિક્ષકોના પગાર માટે એક્સિસ બેંક સાથે સેલેરી એકાઉન્ટ માટે એમઓયુ કરાયા લાયન્સ કલબ ઓફ મોરબી સીટી નો એક માનવીય સેવાકીય પ્રોજેક્ટ મોરબી જીલ્લામાં શરૂ કરાયેલ પાસપોર્ટ સેવા મોબાઇલ વાનને મળ્યો સારો પ્રતિસાદ
Breaking news
Morbi Today

મોરબીની પોલીટેકનિક ખાતે સ્ટ્રોંગ રૂમની મુલાકાત લેતા ઓબ્ઝર્વર


SHARE









મોરબીની પોલીટેકનિક ખાતે સ્ટ્રોંગ રૂમની મુલાકાત લેતા ઓબ્ઝર્વર

કચ્છ સંસદીય મતવિસ્તારના ઓબ્ઝર્વર કચ્છ સંસદીય મતવિસ્તારમાં સમાવિષ્ટ ૬૫ - મોરબી વિધાનસભા મતવિસ્તારમાં આવેલા પોલીટેકનિક કોલેજ ઘુંટુ ખાતેના સ્ટ્રોંગ રૂમની મુલાકાત લીધી હતી. આગામી લોકસભા ચૂંટણી ૨૦૨૪ અંતર્ગત કચ્છ સંસદીય મતવિસ્તારના ઓબ્ઝર્વર કચ્છ સંસદીય મતવિસ્તારમાં સમાવિષ્ટ ૬૫ - મોરબી વિધાનસભા મતવિસ્તારની મુલાકાતે આવ્યા હતા. આ મુલાકાત દરમિયાન તેમણે મોરબીમાં પોલીટેકનિક કોલેજ ઘુંટુ ખાતે આવેલા સ્ટ્રોંગ રૂમની મુલાકાત લઈ તલસ્પર્શી નિરીક્ષણ કર્યું હતું.સ્ટ્રોંગ રૂમ ખાતે કોઈ ખલેલ ન પહોંચે અને ગોપનીયતા જળવાઈ રહે તેમજ કેન્દ્રીય ચૂંટણી પંચ તરફથી આપવામાં આવેલ સૂચનાઓની ચુસ્ત અમલવારી થઈ શકે તે અન્વયે સંબધિત અધિકારીઓને તેમણે સૂચના આપી હતી. ઉપરાંત તેમણે જિલ્લા ચૂંટણી તંત્રના અધિકારીઓને જરૂરી સૂચનો કરી માર્ગદર્શન આપ્યું  હતું. આ મુલાકાત દરમિયાન નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી કુલદીપસિંહ વાળા, મોરબી પ્રાંત અધિકારીશ્રી સુશીલ પરમાર સહિત અધિકારીઓ/કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.




Latest News