મોરબીમાં જાહેરમાં જુગાર રમતા 5 શખ્સો 11,300 ની રોકડ સાથે પકડાયા વાંકાનેરના સબ સ્ટેશનમાંથી રીયકટરની ચોરીના ગુનામાં મોરબી તાલુકા પોલીસે 3 આરોપીને દબોચી લીધા મોરબી નજીક છરીની અણીએ રોકડ-મોબાઈલની લૂંટના ગુનામાં પકડાયેલા 3 આરોપીના રિમાન્ડ મંજૂર  મોરબી શહેર-તાલુકામાં વાહન-ઘરફોડ ચોરી કરતી ગેંગનો વધુ એક સાગરીત પકડાયો: 2 ની શોધખોળ મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન ખાતે શિક્ષણ સાથે સંસ્કાર, માનવતા, પ્રકૃતિપ્રેમ અને પ્રતિભાનો અનોખો સંગમ મોરબીની ન્યૂએરા ગ્લોબલ સ્કૂલ ખાતે રાષ્ટ્રીય રમત ગમત દિવસની ઉજવણી કરાઇ હળવદના ચંદ્રગઢ અને રાયસંગપર ગામે જુગારની જુદીજુદી 2 રેડ 13 શખ્સો 1.85 લાખથી વધુના રોકડ સાથે પકડાયા મોરબીમાં ભાજપના હોદેદારને વ્યાજના ચક્રમાં ફસાવીને મારવા માટે મજબૂર કરનારા બે વ્યાજખોરની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબી નજીકથી દારૂ ભરેલ ગોડાઉન પકડવાના ગુનામાં ઝડપાયેલા બુટલેગર વિજયના છ દિવસના રિમાન્ડ મંજૂર


SHARE





મોરબી નજીકથી દારૂ ભરેલ ગોડાઉન પકડવાના ગુનામાં ઝડપાયેલા બુટલેગર વિજયના છ દિવસના રિમાન્ડ મંજૂર

મોરબીના લાલપર ગામ પાસે ગોડાઉનમાંથી ૧.૫૧ કરોડ રૂપિયાનો દારૂ તેમજ અન્ય મુદામાલ મળીને ૨.૨૦ કરોડનો મુદામાલ કબ્જે કર્યો હતો જે ગુનામાં મુખ્ય આરોપીને પકડવાનો બાકી છે જો કે, તપાસનીસ અધિકારી અને તેની ટિમ દ્વારા એક પછી એક આરોપીઓને પકડવામાં આવી રહ્યા છે તેવામાં મોરબી જીલ્લામાં જીમીત પટેલના ભાડે રાખેલા ગોડાઉનમાંથી દારૂ લઈ જવામાં ઘણા લોકલ બુટલેગરના નામ પણ સામે આવી રહ્યા છે તેવામાં મોરબી જિલ્લાના કુખ્યાત બુટલેગરની ધરપકડ કરવામાં આવી હતી અને તેને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરતાં કોર્ટે આરોપીના છ દિવસના રિમાન્ડ મંજૂર કરેલ છે

મોરબીના લાલપર ગામ પાસે અમદાવાદનો લીસ્ટેડ બુટલેગર જીમિત શંકરલાલ પટેલ ગોડાઉન ભાડે રાખીને ત્રણ જીલ્લામાં દારૂનો ધંધો કરતો હતો જેથી કરીને માલ મંગાવનારા જીમિત પટેલ સહિત કુલ મળીને ૨૧ શખ્સોની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશને ગુનો નોંધવામાં આવ્યો હતો અને જે સમયે લાલપર ગામે રેડ કરી હતી ત્યારે ૧,૫૧,૧૦,૩૪૦ ની કિંમતની ૬૧૧૫૨ દારૂની બોટલ તેમજ અન્ય મુદામાલ મળીને પોલીસે ૨,૨૦,૯૦,૪૪૦ નો મુદામાલા કબ્જે કર્યો હતો આ ગુનામાં હજુ પણ બુટલેગર જીમિત શંકરભાઈ પટેલને પકડવાનો બાકી છે આ ગુનામાં મોરબી જિલ્લાના હળવદ તાલુકાનાં કુખ્યાત બુટલેગર વિજય જયંતિભાઈ અઘારાનું પણ નામ સામે આવ્યું હતુ જેથી તેને પકડવા માટેની તજવીજ શરૂ કરી હતી તેવામાં આરોપીની તપાસનીસ અધિકારી દ્વારા ધરપકડ કરવામાં આવેલ હતી અને આરોપી વિજય જયંતિભાઈ અઘારા જાતે પટેલ (૪૦) રહે. જૂના દેવળીયા તાલુકો હળવદ વાળાને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે આરોપીના છ દિવસના રિમાન્ડ મંજૂર કરેલ છે જેથી આગામી દિવસોમાં ચોકાવનારી માહિતી સામે આવે તેવી શક્યતા છે

પતિએ માર મારતા સારવારમાં
મોરબીના કંડલા બાયપાસ દલવાડી સર્કલ પાસે આવેલ રાતડીયાની વાડી વિસ્તારમાં રહેતા રૂક્ષ્મણીબેન કમલેશભાઈ ડાભી નામની ૩૦ વર્ષની મહિલાને મારામારીમાં ઈજા થવાથી સારવાર માટે સરકારી હોસ્પિટલે લાવવામાં આવ્યા હતા.આ બાબતે પોલીસના જણાવ્યા પ્રમાણે ગત તા.૨૩ ના રાત્રિના એકાદ વાગ્યાના અરસામાં પતિએ નશાની હાલતમાં રૂક્ષ્મણીબેનને માર માર્યો હતો. જેથી સારવારમાં લાવવામાં આવ્યા હતા.બનાવ અંગે હોસ્પિટલ તરફથી જાણ કરવામાં આવતા એ ડિવિઝન પોલીસ મથકના વિપુલભાઈ પટેલ દ્વારા નોંધ કરીને આગળની તપાસ શરૂ કરવામાં આવી હતી.




Latest News