મોરબીના જેતપર રોડ ઉપર બાઈક સ્લીપ થતા યુવાનનું મોત મોરબી ગ્રાહકસુરક્ષા મંડળે ગ્રાહકને વિમા કંપની પાસેથી ૩.૪૬ લાખનો ચેક અપાવ્યો મોરબી નજીક આવેલ આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ખાતે જિલ્લા કક્ષાનો IIC જાગૃતિનો કાર્યક્રમ યોજાયો હળવદના જુના દેવળીયા ગામે વાડીના સેઢે જુગાર રમતા 6 શખ્સ પકડાયા મોરબીના જાંબુડીયા નજીક ટ્રક ટ્રેલરના ચાલકે બાઇકને ઠોકર મારતા યુવાનનું મોત મોરબીમાં ઘરમાં થયેલ ઘરેણાંની ચોરીની શંકા રાખીને પતિએ પત્નીને એસિડ નાખીને મારી નાખવાની આપી ધમકી મોરબી અને માળીયામાં દારૂની ચાર રેડ: 5 બોટલ દારૂ, 13 બીયરના ટીન અને 900 લિટર આથો ઝડપાયો મોરબીમાં આર્ટ ઓફ લિવિંગ પરીવાર દ્વારા યોગા લેવલ-2 શિબિરનું આયોજન
Breaking news
Morbi Today

વાંકાનેરમાં ઇકોમાં પેસેન્જર ભરવા બાબતે અગાઉ થયેલ ઝઘડાનો ખાર રાખીને યુવાન ઉપર ત્રણ શખ્સનો છરી-લાકડી વડે હુમલો


SHARE

















વાંકાનેરમાં ઇકોમાં પેસેન્જર ભરવા બાબતે અગાઉ થયેલ ઝઘડાનો ખાર રાખીને યુવાન ઉપર ત્રણ શખ્સનો છરી-લાકડી વડે હુમલો

 

વાંકાનેરમાં જીનપરા જકાતનાકા પાસે નેશનલ હાઈવે રોડ ઉપર પેટ્રોલ પંપ સામે પેસેન્જર ભરવા બાબતે ઇકો ગાડીના ચાલકો વચ્ચે થોડા દિવસો પહેલા બોલાચાલી અને માથાકૂટ થઈ હતી જે બાબતનો ખાર રાખીને યુવાન પોતાની ઇકો ગાડીમાં પાછળની સીટમાં બેઠો હતો ત્યારે બીજી ઇકો ગાડીમાં આવેલા ત્રણ વ્યક્તિઓ દ્વારા તેના ઉપર છરી અને લાકડી વડે હુમલો કરવામાં આવ્યો હતો અને યુવાનને માર મારીને ઇજા કરવામાં આવી હતી જેથી કરીને સારવાર માટે યુવાનને હોસ્પિટલે લઈ ગયા હતા અને સારવાર લીધા બાદ તેણે હાલમાં ત્રણ શખ્સોની સામે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

 

જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેરના જીનપરા શેરી નં-૧૩ માં રહેતા ફેઝલ હુસેનભાઇ પીપરવાડિયા જાતે પીંજારા (૨૭)એ હાલમાં વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે બાબુભાઈ સરૈયા અને તેની સાથે આવેલા બે અજાણ્યા શખ્સો સહિત કુલ મળીને ત્રણ શખ્સની સામે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, વાંકાનેરના જીનપરા જકાતનાકા પાસે નેશનલ હાઈવે રોડ ઉપર ભારત પેટ્રોલ પંપની સામે ઇકો ગાડીમાં પેસેન્જર ભરવા બાબતે થોડા દિવસો પહેલા બોલાચાલી અને ઝઘડો થયો હતો અને ફરિયાદી યુવાન પોતાની ઇકો ગાડીમાં પાછળની સીટમાં બેઠો હતો ત્યારે આરોપી બાબુભાઈ સરૈયા અગાઉના ઝઘડાનો ખાર રાખીને ઈકો ગાડી લઈને ત્યાં આવ્યા હતા અને ઇકો ગાડીમાંથી કુંડલી વાળી લાકડી લઈને આવીને ફરિયાદીને હાથે પગે માર માર્યો હતો તેમજ તેની સાથે રહેલા અન્ય એક વ્યક્તિએ પણ લાકડી વડે માર માર્યો હતો જોકે ત્રીજા શખ્સે તેની પાસે રહેલ છરી વડે ફરિયાદી યુવાનને ઢીચણ અને કોણી નીચેના ભાગામાં છરી વડે મારીને ઇજા કરી હતી જેથી કરીને ઈજા પામેલા હાલતમાં યુવાનને સારવાર માટે લઈ ગયા હતા અને સારવાર લીધા બાદ તેણે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં બાબુભાઈ સરૈયા સહિતના ત્રણ શખ્સો સામે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

 

બાઇક સ્લીપ

મોરબીના લાલપર ગામે રહેતા મોહનભાઈ ભોદરા (૩૦) નામનો યુવાન બાઈક લઈને ઉમિયા નગર વિસ્તારમાં મેલડી માતાજીના મંદિર પાસેથી ઢાળિયા ઉપરથી પસાર થયો હતો ત્યારે કોઈ કારણોસર બાઇક સ્લીપ થઇ જતા યુવાનને ઈજા થઇ હતીજેથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની પ્રાથમિક તપાસ જે જે ડાંગર દ્વારા કરવામાં આવે છે




Latest News