મોરબીના ખ્યાતિબેન નિમાવતની નોટરી તરીકે નિમણૂક મોરબીમાં નટરાજ ફાટક પાસે નડતર રૂપ સળિયાને જાગૃત આગેવાને દૂર કરાવ્યો માળીયા (મી)ના વવાણીયા પાસે યુવાનની હત્યાના ગુનામાં પકડાયેલ બંને આરોપીના રિમાન્ડ મંજૂર મોરબીમાં આવેલ સાર્થક વિદ્યામંદિરમાં પ્રિ-બોર્ડ એક્ઝામ યોજાઇ મોરબીની વિનય ઇન્ટરનેશનલના વિદ્યાર્થીઓએ બેડમિન્ટન, કરાટે અને સ્કેટિંગ સ્પર્ધામાં જિલ્લા કક્ષાએ મેડલ મેળવ્યા મોરબીના ઝાલા પરિવારે લગ્નના ચાંદલા સ્વરૂપે આવેલી માતબર રકમ નવનિર્મિત રાજપૂત સમાજ ભવન માટે અર્પણ કરી મોરબી મહાપાલિકામાં કમિશ્નરને મળવા માટે માંગવામાં આવતો અભિપ્રાય-સહી યોગ્ય નથી: કોંગ્રેસ મોરબી જીલ્લામાં મતદાનના ૪૮ કલાક પહેલા ચુંટણી સંબંધિત વિસ્તાર છોડી દેવાની તાકીદ
Breaking news
Morbi Today

તંત્ર સજાગ !: મોરબીમાં વધુ એક ગેમ ઝોનના સંચાલક સામે ગુનો નોંધાયો


SHARE













તંત્ર સજાગ !: મોરબીમાં વધુ એક ગેમ ઝોનના સંચાલક સામે ગુનો નોંધાયો

 

મોરબીના કંડલા બાયપાસ રોડ ઉપર આવેલ પાપાજી ફન વર્લ્ડમાં ગેમ ઝોન ચલાવતા સંચાલક દ્વારા લોકોની સલામતી માટેના નિયમો મુજબના કોઈ સાધનો ત્યાં રાખવામા આવ્યા ન હતા અને લાયસન્સ વગર ગેમ ઝોન ચાલતું હોવાનું સામે આવ્યું હતું જેથી કરીને હાલમાં મોરબીના સર્કલ ઓફિસર દ્વારા મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગેમઝોનના સંચાલક સામે ફરિયાદ નોંધવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કર્યા છે

 

રાજકોટના ગેમઝોનમાં થોડા દિવસો પહેલા આગ લાગી હતી અને તેમાં નિર્દોષ લોકોના જીવ ગયા હતા જેથી કરીને ગેમઝોનમાં કોઈપણ જગ્યાએ ફાયર સેફ્ટીના સાધનો ન હોય કે પછી સલામતીના નિયમ મુજબના સાધનો ન હોય વગેરે જેવી બાબતોની તપાસ કરવામાં આવી રહી છે આટલું જ નહીં પરંતુ અન્ય મિલકતોમાં પણ ફાયર સેફ્ટી બાબતે ચેકિંગ કરીને નોટિસો આપવામાં આવી રહી છે અને તેની સાથે મિલકતો સીલ પણ કરવામાં આવી રહી છે તેવામાં ગઈકાલે મોરબી વિસ્તારમાં આવેલ થ્રીલ એન્ડ ચીલ તેમજ લેવલઅપ નામના બે ગેમઝોનના સંચાલકોની સામે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી હતી ત્યારબાદ આજે મોરબીના બાયપાસ રોડ ઉપર આવેલ પાપાજી ફન વર્લ્ડ નામના ગેમઝોનમાં લોકોની સલામતી માટેના નિયમ મુજબના કોઈ સાધનો રાખવામાં આવ્યા ન હતા અને ગેમઝોન લાયસન્સ વગર ચલાવતા હોવાનું સામે આવ્યું હતું જેથી કરીને મોરબી શહેર મામલતદાર કચેરીના સર્કલ ઓફિસર આકાશકુમાર મહાદેવભાઇ પાવરા (૩૩) રહે. લાલબાગ સરકારી કવાર્ટર વાળાએ પાપાજી ફન વર્લ્ડના સંચાલક પ્રવીણભાઈ આર. હદવાણી રહે. દુર્લભ પાર્ટી પ્લોટ ભક્તિનગર સર્કલ પાસે કંડલા બાયપાસ રોડ મોરબી વાળાની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે આઈપીસી કલમ ૩૩૬ અને જીપી એક્ટની કલમ ૧૩૧ (એ) મુજબ ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

 

ઝેરી દવા પી લેતા સારવારમાં

હળવદ તાલુકાના માથક ગામે રહેતા જયંતકુમાર મોહંતો (૩૦) નામના યુવાને વાડી વિસ્તારમાં હતો ત્યારે ત્યાં કોઈ અગમ્ય કારણોસર વાડીએ ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને તે યુવાને તાત્કાલિક સારવાર માટે મોરબી શહેરમાં આવેલ ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા ત્યા તેને સારવાર આપવામાં આવ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિજન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી જો કે બનાવો હળવદ તાલુકા પોલીસની હદમાં બનેલો હોવાથી ત્યાં બનાવની જાણ કરવા માટે કવાયત હાથ ધરી છે








Latest News