મોરબીના ખ્યાતિબેન નિમાવતની નોટરી તરીકે નિમણૂક મોરબીમાં નટરાજ ફાટક પાસે નડતર રૂપ સળિયાને જાગૃત આગેવાને દૂર કરાવ્યો માળીયા (મી)ના વવાણીયા પાસે યુવાનની હત્યાના ગુનામાં પકડાયેલ બંને આરોપીના રિમાન્ડ મંજૂર મોરબીમાં આવેલ સાર્થક વિદ્યામંદિરમાં પ્રિ-બોર્ડ એક્ઝામ યોજાઇ મોરબીની વિનય ઇન્ટરનેશનલના વિદ્યાર્થીઓએ બેડમિન્ટન, કરાટે અને સ્કેટિંગ સ્પર્ધામાં જિલ્લા કક્ષાએ મેડલ મેળવ્યા મોરબીના ઝાલા પરિવારે લગ્નના ચાંદલા સ્વરૂપે આવેલી માતબર રકમ નવનિર્મિત રાજપૂત સમાજ ભવન માટે અર્પણ કરી મોરબી મહાપાલિકામાં કમિશ્નરને મળવા માટે માંગવામાં આવતો અભિપ્રાય-સહી યોગ્ય નથી: કોંગ્રેસ મોરબી જીલ્લામાં મતદાનના ૪૮ કલાક પહેલા ચુંટણી સંબંધિત વિસ્તાર છોડી દેવાની તાકીદ
Breaking news
Morbi Today

મોરબી પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન કેન્દ્રના ભાઈ-બહેનોને અંધજનનાં વાસ્તવિક જીવન ઉપર બનેલ ફિલ્મ બતાવવામાં આવી


SHARE













મોરબી પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન કેન્દ્રના ભાઈ-બહેનોને અંધજનનાં વાસ્તવિક જીવન ઉપર બનેલ ફિલ્મ બતાવવામાં આવી

મોરબીનાં લક્ષ્મીનગર ગામ ખાતે છેલ્લા ૧૧ વર્ષથી પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન સેવા કેન્દ્ર ચાલે છે તેની સાથે છેલ્લા ૭ વરસથી સિદ્ધાર્થ જોષી જોડાયેલ છે અને તેમની કાર્યશેલી આગવી સુજબુજ તેમજ દીર્ઘ દ્રષ્ટિથી સંસ્થાને અને અંધજનોને અલગ મુકામ સુધી પોહચાડ્યા છે આજના સમયમાં કોઇ માટે સમય કાઢવો તે ખુબ અઘરી વાત છે જ્યારે સિદ્ધાર્થભાઈ પોતાનો મોટા ભાગનો સમય સંસ્થા પાછળ ખર્ચી નેત્રહીનોના વિકાસ પાછળ લગાડે છે. અને તાજેતરમા અંધજનનાં વાસ્તવિક જીવન ઊપર બનેલી ફિલ્મ “Srikanth” ને મોરબી શહેર તરફથી કોઇ ખાસ પ્રતિસાદ મળ્યો ન હતો. આ ફિલ્મ તેમણે જોઈ અને મનોમન સંસ્થામાં રહેતા પ્રજ્ઞાચક્ષુ ભાઈ અને બહેનોને ફિલ્મ બતાવવાનો સંકલ્પ કર્યો હતો પરંતુ આ ફિલ્મ થોડા જ દિવસમાં સિનેમામાથી ઉતરી ગયેલ હતી તેમને ખાસ ક્લબ ૩૬ નાં ઓનર રાજુભાઈ સાથે વાત કરી સ્પેશિયલ પ્રજ્ઞાચક્ષુઓ માટે આ ફિલ્મને મંગાવી અંધજનોને આ ફિલ્મ બતાવી હતી અને અંધજનો પણ આ ફિલ્મ જોવા માટે આતુર હતા અને ફિલ્મ જોયા બાદ તેમના મુખ ઊપર એક અનેરૂ સ્મિત જોવા મળ્યું હતું  તેમજ સંસ્થાના ટ્રસ્ટી તેજશભાઈ બારા તમામને નાસ્તો કરાવવામાં આવ્યો હતો








Latest News