તંત્ર સજાગ !: મોરબીમાં વધુ એક ગેમ ઝોનના સંચાલક સામે ગુનો નોંધાયો
મોરબીમાં કાલિકા પ્લોટમાં જુગાર રમતી ચાર મહિલા સહિત છ જુગારી પકડાયા
SHARE
મોરબીમાં કાલિકા પ્લોટમાં જુગાર રમતી ચાર મહિલા સહિત છ જુગારી પકડાયા
મોરબીના રવાપર રોડ ઉપર આવેલ કાલિકા પ્લોટ શેરી નં-૫ માં જાહેરમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી જુગાર રમતા ચાર મહિલા સહિત કુલ છ જુગારીઓ મળી આવ્યા હતા જેથી પોલીસે ૧૦,૨૦૦ ની રોકડ કબજે કરી હતી અને મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી સીટી એ ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મોરબીના રવાપર રોડ ઉપર આવેલ કાલિકા પ્લોટ શેરી નં-૫ માં જાહેરમાં જુગાર રમતાઓની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી જુગાર રમતા અસ્લમભાઈ અમીનભાઇ માજોઠી જાતે સંધિ (૨૫), રોહિતભાઈ જીવણદાસ દુધરેજીયા જાતે બાવાજી (૨૦), જસ્મીનબેન મોહીનભાઈ ચાનીયા જાતે સંધિ (૨૭), અનિતાબેન હિતેશભાઈ ગોહેલ જાતે ઓડ (૨૫), બેનર્જીબેન રિયાઝભાઈ જુણેચ જાતે સંધિ (૩૧) અને લક્ષ્મીબેન મનોજભાઈ ગોહેલ જાતે ઓડ (૩૬) રહે બધા કાલિકા પ્લોટ વાળા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે તેની પાસેથી ૧૦,૨૦૦ ની રોકડ કબજે કરી હતી અને તેની સામે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મારામારીમા ઈજા થતાં સારવારમાં