મોરબીમાં ગેસ લીકેજના બનાવમાં દાઝી જતા ચાર બાળકો સારવારમાં નફટ કબૂલાત: મોરબી જીલ્લામાંથી માલધારીઓની ગુમ થયેલ 14 પૈકીની મોટાભાગની ગાયની કતલ કરીને મિજબાની માણી !, 6 આરોપીની ધરપકડ મોરબીની ઝૂલતા પુલ દુર્ઘટનામાં હવે અધિકારીઓએ સામે કાર્યવાહીના સંકેત: પીડિતોએ કરેલ પિટિશનમાં સુપ્રીમ કોર્ટનો મહત્વનો હુકમ મોરબીમાં ઘરે જતાં કાકા-ભત્રીજાને આંતરીને ચાર શખ્સોએ બોલાચાલી કરીને છરી વડે કર્યો હુમલો મોરબીની સરસ્વતી શિશુમંદિરમાં વિદ્યાર્થીઓના સર્વાંગીણ વિકાસ માટે શિબિર યોજાઇ મોરબીમાં આધાર કાર્ડના કામ માટે લોકોને લૂંટનારા પોસ્ટમેન સહિતના બે મુખ્ય સૂત્રધાર જેલ હવાલે મોરબીના ઇન્દિરાનગર પાસે જુગાર રમતા પાંચ શખ્સ ઝડપાયા હળવદ નજીકથી એક્સયુવી ગાડીમાંથી એક પિસ્ટલ, બે મેગેઝીન અને 17 જીવતા કાર્ટિસ સાથે એકની ધરપકડ: ૧૦.૧૨ લાખનો મુદામાલ કબજે
Breaking news
Morbi Today

મોરબીમાં સગીરાનું અપહરણ કરવામાં મદદ કરનારને પણ કરાયો જેલ હવાલે


SHARE











મોરબીમાં સગીરાનું અપહરણ કરવામાં મદદ કરનારને પણ કરાયો જેલ હવાલે

મોરબીના ટીંબડી પંથકમાંથી સગીરાનું અપહરણ કરવામાં આવ્યું હતું.તે બનાવમાં એક શખ્સની અગાઉ ધરપકડ કરીને જેલ હવાલે કરવામાં આવ્યો હતો.અને તેને મદદગારી કરવા માટે તે આરોપીના ભાઈની પણ બાદમાં ધરપકડ કરવામાં આવી હતી.જયારે હાલમાં આરોપીઓને આશરો આપીને મદદગારી કરનાર સુરેન્દ્રનગરના ઇસમની પણ ધરપકડ કરવામાં આવેલ છે અને કોર્ટમાં રજૂ કર્યા બાદ જેલ હવાલે કરાયો હોવાનું તાલુકા પોલીસમાંથી જાણવા મળેલ છે.

મોરબી તાલુકા પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મોરબીના માળીયા હાઇવે ઉપર ટીંબડી ગામ નજીકથી એક સગીરાનું અપહરણ કરવામાં આવ્યું હતું.જે અંગે નોંધાયેલી ફરિયાદમાં થોડા સમય પહેલા તાલુકા પોલીસ મથકના પીઆઇ દ્વારા મુખ્ય આરોપી એવા અમીન રહેમાન મેર મિંયાણા (૨૦) રહે.મિલની ચાલી પાસે મેલડી માતા મંદિર નજીક વીસીપરા મોરબીને ગત તા.૨૯-૧૧ ના રોજ પકડવામાં આવ્યો હતો અને અપહરણના કામમાં તેના ભાઈ મહેબૂબ રહેમાન મેર મિંયાણા (૨૫) રહે.વેલનાથપરા શેરી નંબર-૨૨ રાજકોટએ પણ મદદગારી કરી હોય તેની પણ ધરપકડ કરવામાં આવી હતી.જોકે તપાસ દરમિયાન હાલ મોરબી તાલુકા પોલીસ મથકના પીઆઇ એન.આર.મકવાણા દ્વારા તે આરોપીઓને જેતે વખતે આશરો આપીને મદદગારી કરનાર મયુદ્દીન મહેબુબ કટીયા (ઉમર ૨૫) ધંધો સેન્ટીંગકામ રહે.રતનપર જોરાવરનગર જી.સુરેન્દ્રનગર વાળા ને પકડવામાં આવ્યો હતો અને કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે તેને જેલ હવાલે કરવા હુકમ કરતા તેને પણ જેલ હવાલે કરાયો છે.

મારામારીમાં ઈજા થતા સારવારમાં

મોરબીના સામાકાંઠે ત્રાજપર વિસ્તારમાં રહેતા રાજેશ શીવાભાઈ વરાણીયા નામના ૪૫ વર્ષના યુવાનને તેના ઘર નજીક કોઈએ લાકડી વડે માથાના ભાગે માર મારતા ઈજા પામેલ હાલતમાં સિવિલે સારવાર માટે ખસેડાયો હતો.જ્યારે મોરબીના મોડપર ગામના રહેવાથી કાનજીભાઈ વિરજીભાઈ બાવરવા નામના ૬૩ વર્ષના આધેડ તા.૪ ના બપોરના ચારેક વાગ્યે બાઇક લઈને મોડપરથી પીપળીયા ચોકડી બાજુ જતા હતા ત્યારે અચાનક રસ્તામાં બાઈકની આડે કૂતરું ઉતરતા બાઈક સ્લીપ થઈ ગયું હતું.જેથી ઇજા થતાં સારવારમાં લઈ જવાયા હતા અને બનાવની જાણ થતા હાલ તાલુકા પોલીસ મથકના ઇન્દ્રવદનભાઈ અજમેરી આગળની તપાસ ચલાવી રહ્યા છે.

વાહન અકસ્માતમાં ઇજા

મોરબી તાલુકાના આમરણ ગામે દરગાહ ચોક પાસે રહેતો ગુલમામદ મજીદમિંયા બુખારી નામનો ૩૯ વર્ષનો યુવાન મોટરસાયકલ લઈને આમરણ ગામ પાસે આવેલ હાટકેશ્વર મંદિર પાસેથી જતો હતો ત્યાં રસ્તામાં બાઈક સ્લીપ થતા અકસ્માતે ઇજા પામતા મોરબીની ખાનગી હોસ્પિટલએ સારવાર માટે લાવવામાં આવ્યો હતો.તેમજ મોરબીના નાનીવાવડી ગામ પાસે બાઈક અને રીક્ષા અથડાવાનો અકસ્માત બનાવ બન્યો હતો.જેમાં જયેન્દ્રભાઈ અમીચંદભાઈ નામના ૩૯ વર્ષના યુવાનને ઇજા થવાથી ખાનગી હોસ્પિટલે સારવાર માટે ખસેડાયો હતો.

યુવતી સારવારમાં

મોરબી નવલખી રોડ ઉપર આવેલ રણછોડનગરમાં રહેતી સાહીબા ઈમ્તિયાઝ પારેઘી નામની ૧૮ વર્ષીય યુવતી કોઈ કારણસર ફિનાઈલ પી ગઈ હતી.જેથી સારવાર માટે સિવિલે ખસેડાઈ હતી.જ્યારે મોરબીના રવાપર ગામે બોની પાર્ક વિસ્તારમાં રહેતો હિરેન નવીનભાઈ સાવરીયા નામનો ૩૧ વર્ષનો યુવાન બાઇકમાં કડીયાણાથી પરત મોરબી આવતો હતો.ત્યારે રસ્તામાં બાઈક સ્લીપ થઈ જતા માથાના ભાગે ઈજા પામેલ હાલતમાં સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલએ લાવવામાં આવ્યો હતો.બનાવ સંદર્ભે જાણ થતા મોરબી પોલીસ દ્વારા આ અંગે હળવદ પોલીસને જાણ કરાઈ હતી.






Latest News