મોરબી : પીજીવીસીએલ દ્વારા તા.૨૫ ના રોજ મોટી સંખ્યામાં ટીમો દ્વારા જોડાણ કાપવાની કામગીરી કરવામાં આવશે મોરબીમાં ૧.૯૫ કરોડના ખર્ચે ઓપન જીમ, જોગિંગ ટ્રેક, ચિલ્ડ્રન પ્લે એરિયા બનશે ડિજિટલ મોરબી : પાલિકા દ્વારા નગરજનોની ફરિયાદના ઝડપી નિકાલ માટે નંબર જાહેર કરાયા ટંકારાના હમીરપર ગામ પાસે બે કાર અથડાતા ઇજા પામેલા ચાર લોકોને સારવારમાં રાજકોટ ખસેડાયા મોરબીમાં બાઈક ઓવરટેક કરવા મુદે કરાયેલ જીવલેણ હુમલામાં એલસીબીએ બે ને દબોચ્યા મોરબી : આયુષ્યમાન આરોગ્ય મંદિર પાનેલી ખાતે ટી.બી. મૂક્ત ભારત અંતર્ગત એક્સ રે સ્ક્રીનિંગ કરવામાં આવ્યા બજેટ-૨૦૨૬ એ ગામડા, ગરીબ અને કિશાન, શિક્ષણ, આરોગ્ય, યુવાનો, મહિલાઓનું ઉત્કર્ષએ ગુજરાત સરકારનું કેન્દ્રબિંદુ ગણાવતાં સાંસદ વિનોદભાઈ ચાવડા મોરબીના રાજપર ગામ ખાતે પરમ પૂજ્ય સંતશ્રી નાથાબાપાની ૭મી પુણ્યતિથિ નિમિત્તે ૯ દિવસીય અખંડ શ્રી રામનામ જપ મહાયજ્ઞનું આયોજન
Breaking news
Morbi Today

મોરબીના નાની વાવડી ગામે કેનાલમાંથી મૃત હાલતમાં નવજાત બાળક મળ્યુ, મકનસર ગામેથી મળી આવેલ 'ધુલ કા ફૂલ' ને સારવારમાં ખસેડાયું


SHARE













મોરબીના નાની વાવડી ગામે કેનાલમાંથી મૃત હાલતમાં નવજાત બાળક મળ્યુ, મકનસર ગામેથી મળી આવેલ 'ધુલ કા ફૂલ' ને સારવારમાં ખસેડાયું

મોરબી તાલુકાના બે જુદાજુદા ગ્રામ્ય વિસ્તારોમાંથી તાજા જન્મેલા અને ત્યજી દેવાયેલા બે બાળકો મળી આવવાની બે ઘટનાઓ સામે આવી છે. જેમાં મકનસર ગામે આવેલ પ્રેમજીનગર વિસ્તારમાં રોડની સાઈડમાંથી તાજુ જન્મેલ નવજાત બાળક મળી આવ્યું હતું.જેની જાણ થતા હાલ તેને ૧૦૮ વડે સારવારમાં ખસેડાયું છે.જ્યારે મોરબી તાલુકાના જ નાની વાવડી ગામે કેનાલના પાણીમાંથી મૃત હાલતમાં નવજાત બાળક મળી આવેલ છે.હાલ બંને બનાવ સંદર્ભે તાલુકા પોલીસ દ્વારા નોંધ કરીને આ બાબતે આગળની તપાસ શરૂ કરવામાં આવી છે.

મોરબી તાલુકા પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મોરબીના વાંકાનેર હાઇવે ઉપર આવેલા મકનસર ગામે પ્રેમજીનગર વિસ્તારમાં રોડની સાઈડમાંથી રાત્રિના દોઢેક વાગ્યાના અરસામાં કાજુ જન્મેલ બાળક મળી આવ્યું હતું અને આ નવજાત તાજા જન્મેલા બાળકને ૧૦૮ વડે હાલ સારવાર માટે અત્રેની સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યું હતું. વધુમાં પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે આ પુરુષ બાળક હોય અને તાજુ જન્મેલું હોય તેને સારવાર માટે સિવિલે રાખવામાં આવેલ છે. અને હાલ નવજાત બાળકને અહીં મૂકી જનાર બાબતે આગળની તપાસ માટે તાલુકા પોલીસ મથકના પીએસઆઇ બી.એમ.બગડા તથા રાઇટર વાસુદેવભાઈ સોનગ્રા આગળની તપાસ ચલાવી રહ્યા છે.

તે રીતે જ મોરબી તાલુકાના નાની વાવડી ગામે કબીર આશ્રમની સામે ભૂમિ ટાવરથી આગળ સ્કુલ બાજુએ જતા રસ્તે કેનાલના પાણીમાં તાજુ જન્મેલું બાળક પડયુ હોવાની નાની વાવડી ગામના સરપંચ અશ્વિનભાઈ પડસુંબીયા દ્વારા મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી. જેથી તે બીટ વિસ્તારના જમાદાર ફિરોજભાઈ સુમરા તપાસ માટે પહોંચ્યા હતા અને ત્યાં કેનાલના પાણીમાંથી મૃત હાલતમાં તાજુ જન્મેલ પુરુષ બાળક મળી આવ્યું હતું અને આ નવજાત મૃત બાળકને પણ આગળની તપાસ માટે સિવિલ હોસ્પિટલએ લઈ જવામાં આવેલ છે અને આ બાળકને અહીં કોણ ફેંકી ગયું..? તે દિશામાં તાલુકા પોલીસ દ્વારા હવે આગળની તપાસ શરૂ કરવામાં આવશે.તેમ પોલીસ સૂત્રોએ જણાવેલ છે.

વાહન અકસ્માતમાં ઇજા

સુરતના માંડવીના રહેવાસી હિરેનભાઈ નવીનભાઈ સાપરિયા નામના ૩૧ વર્ષના યુવાનને ઇજાગ્રસ્ત હાલતમાં મોરબીની ખાનગી હોસ્પિટલએ સારવાર માટે લાવવામાં આવ્યો હતો.તે બાબતે પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે તા.૫-૧ ના રોજ રાત્રિના દસેક વાગ્યાના અરસામાં ઈજા પામેલ હિરેનભાઈ સાપરિયા મોટરસાયકલ લઇને હળવદ બાજુથી મોરબી તરફ આવતા હતા.ત્યારે હળવદ પાસેના ચરાડવા ગામ નજીક મોટર સાયકલ સ્લીપ થઈ જવાના બનેલ બનાવમાં તેઓને ઈજા થઈ હતી.જેથી સારવારમાં ખસેડાયા હતા અને હાલ બનાવની આગળની તપાસ માટે હળવદ પોલીસને જાણ કરવામાં આવેલ છે.જ્યારે મૂળ મધ્યપ્રદેશના જાંબુના રહેવાસી કમલેશભાઈ ખેતાભાઇ વસુનીયા નામનો યુવાન મોરબીના રફાળેશ્વર ગામ પાસેથી બાઈક લઈને જતો હતો.ત્યાં રફાળેશ્વર ગામે આવેલ મહાદેવ મંદિર પાસે બાઈક સ્લીપ થઈ જતા તેને ખાનગી હોસ્પિટલએ સારવાર માટે ખસેડાયો હતો








Latest News