મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી માળીયા (મી) નાના દહીસરા ગામ પાસે ડેલામાં આવેલ ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ: બે આરોપીઓની શોધખોળ મોરબી જીલ્લામાં ગાડી સળગી જતાં વાહનના માલિકને 12 લાખનો વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ મોરબી રાજકોટ હાઇવે રોડના કામમાં બેદરકારી રાખનારા અધિકારીઓ-કોન્ટ્રાક્ટર સામે પગલા લેવા મહેશભાઇ લિખિયાની માંગ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરીને ગર્ભ રાખી દેનારા આરોપીને પોકસો કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો મોરબી જીલ્લામાં ૩૧.૭ કરોડના ખર્ચે બનેલા બે રમતગમત સંકુલનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વર્ચ્યુઅલ હાજરી અને મંત્રી કાંતિભાઈની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદના શિરોઈ ગામે દાડમ ફાર્મ અને અમરદીપ ટિસ્યુકલ્ચર લેબની કલેકટરે મુલાકાત લીધી
Breaking news
Morbi Today

મોરબીમાં ઘરે જતાં કાકા-ભત્રીજાને આંતરીને ચાર શખ્સોએ બોલાચાલી કરીને છરી વડે કર્યો હુમલો


SHARE







મોરબીમાં ઘરે જતાં કાકા-ભત્રીજાને આંતરીને ચાર શખ્સોએ બોલાચાલી કરીને છરી વડે કર્યો હુમલો

મોરબીમાં ભાડું લઈને ઘરે જઈ રહેલા કાકા ભત્રીજાનો પીછો કરીને જુના રફાળેશ્વર રોડથી લાલપર ગામ તરફ જવાના આર.સી.સી રોડ ઉપર પાસે ચાર શખ્સોએ તેને રોક્યા હતા અને ત્યાર બાદ બોલાચાલી કરીને યુવાનને સાથળના ભાગે છરીના બે ઘા ઝીકયા હતા જેથી ઇજા પામેલા યુવાનને સારવારમાં લઈ ગયા હતા અને ત્યાર બાદ ભોગ બનેલા યુવાને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા ચાર શખ્સોની સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે.

જાણવા મળતી માહિતી મુજબ મૂળ રફાળેશ્વરના રહેવાસી અને હાલમાં સિરામીક સીટી ફ્લેટ નં-એ-૨ બ્લોક નં-૨૦૨ ખાતે રહેતા ધવલભાઇ હસમુખભાઇ ગોહીલ (૨૪) એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા ચાર શખ્સોની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, ગત તા.૪/૧ ના રાતના સવા બારેક વાગ્યાની અરસામાં ફરિયાદી અને તેનો ભત્રીજો મિત ઉપેન્દ્રભાઇ ગોહીલ બંને સ્કૂટર નં જીજે ૩૬ એકે ૬૯૮૭ લઈને ભડીયાદ કાંટા પાસે આવેલ માહી એપાર્ટમેન્ટ ખાતેથી ભાડુ લઇને જુના રફાળેશ્વર તરફ જતા હતા ત્યારે એન.જી. મહેતા સ્કુલ પાસે આવેલ મંદિર નજીક અજાણ્યા બાઇક ચાલકે તેની બાઇક આડુ નાખતા ફરીના ભત્રીજાએ સ્કૂટર ઉભુ રાખેલ હતું અને અજાણ્યા શખ્સે ફરીયાદી તેમજ તેના ભત્રીજાની પુછપરછ કરતા કશું જ કહ્યું ન હતું અને સ્કૂટર લઈને જતાં હતા ત્યારે ફરિયાદીના સ્કૂટર સાથે આરોપીએ તેનું બાઇક અથડાવ્યું હતું અને ત્યાર બાદ ફરિયાદી તેનું સ્કૂટર લઈને જતાં હતા ત્યારે આરોપીએ તેનો પીછો કરીને જુના રફાળેશ્વર રોડથી લાલપર ગામ તરફ જવાના આર.સી.સી રોડ ઉપર આવેલ ગોળાઇ પાસે ચાલુ બાઇકે તેના મિત્રોને ફોન કરીને બોલાવ્યા હતા અને કોલસાના ડેલા સામે આરોપીએ બાઇક આડુ નાંખી ફરિયાદીના સ્કૂટરને ઊભું રખાવ્યું હતું અને ચાવી કાઢી લીધી હતી અને બોલાચાલી કરી હતી તેવામાં અજાણ્યા ત્રણ શખ્સો ત્યાં આવ્યા હતા તે પૈકીનાં એક શખ્સે છરી કાઢી હતી અને ફરિયાદી તેમજ તેનો ભત્રીજો ભાગવા જતા અજાણ્યા ત્રણ આરોપીએ તેને પકડી લીધેલ હતા અને પાછળથી આવેલ બાઇક ચાલકે ફરિયાદીનો પીછો કરીને તેના હાથમાં રહેલ છરીનો એક ઘા ફરીયાદીના જમણા પગની સાથળ ઉપર માર્યો હતો અને બીજો ઘા જમણી બાજુ પાછળના થાપાના ભાગે મારીને ઇજા કરી હતી અને આરોપીઓ નાશી ગયા હતા. જેથી યુવાને સારવાર લીધા બાદ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.






Latest News