મોરબીમાં ક્રિષ્ના હોસ્પિટલના સ્ટાફ અને જુદીજુદી શાળાના વિદ્યાર્થીઓને અપાઈ ફાયરની તાલીમ મોરબી મહાપાલિકાની ટીમે એક અઠવાડીયામાં 35 ઢોરને પકડીને ડબ્બે પૂરી દીધા મોરબીમાં ગુરુવારથી દુર્ગાપુજા મહોત્સવનો પ્રારંભ મોરબીના રાજકોટ હાઇવે ઉપર બે બાઈક સામસામે અથડાતા ઇજાગ્રસ્ત વૃધ્ધ સારવારમાં મોરબી આઈટીઆઈ પાસે ડબલસવારી બાઈકને ટ્રકે ઉડાવતા બે યુવકને ઈજા મોરબી જીલ્લાના સરકારી શિક્ષકોના પગાર માટે એક્સિસ બેંક સાથે સેલેરી એકાઉન્ટ માટે એમઓયુ કરાયા લાયન્સ કલબ ઓફ મોરબી સીટી નો એક માનવીય સેવાકીય પ્રોજેક્ટ મોરબી જીલ્લામાં શરૂ કરાયેલ પાસપોર્ટ સેવા મોબાઇલ વાનને મળ્યો સારો પ્રતિસાદ
Breaking news
Morbi Today

મોરબીની સરસ્વતી શિશુમંદિરમાં વિદ્યાર્થીઓના સર્વાંગીણ વિકાસ માટે શિબિર યોજાઇ


SHARE









મોરબીની સરસ્વતી શિશુમંદિરમાં વિદ્યાર્થીઓના સર્વાંગીણ વિકાસ માટે શિબિર યોજાઇ

મોરબીમાં શનાળા ગામ પાસે આવેલ શ્રી સરસ્વતી શિશુમંદિર દ્વારા શિક્ષણની સાથે સાથે સંસ્કાર આપવાનું કાર્ય તો થાય જ છે. પરંતુ આજના સમયમાં વિદ્યાર્થીઓને અનુભવવાળા શિક્ષણની આવશ્યકતા છે, ત્યારે શાળામાં આ પ્રકારની શૈક્ષણિક શિબિર દ્વારા અનુભવી જ્ઞાન અપાઈ છે. જેમાં વિદ્યાર્થીઓને બૌદ્ધિક ક્ષમતાનો વિકાસ થાય તે માટે ગણિતની રમતો, આંખના ડોક્ટર, આયુર્વેદિક ડોક્ટર સાથે વિદ્યાર્થીઓનો વાર્તાલાપ, સ્વરક્ષણ માટે લાઠીદાવ, નિયુદ્ધ, સાહસિકતા વધે તે માટે ટ્રેકિંગ, પ્રાકૃતિક ખેતીની મુલાકાત, આર્યસમાજ ટંકારાની મુલાકાત, રેલવેના અનુભવ થાય તે માટે રેલવેમાં મોરબીથી વાંકાનેર સુધી વિદ્યાર્થીઓને મુસાફરી, પાકશાસ્ત્ર, શાખા, ધ્યાન સત્ર, પ્રાતઃ સ્મરણ, જાગો ગ્રાહક જાગો અંતર્ગત ગ્રાહક તરીકે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું સાથે સાથે બાળકોમાં રહેલી વિવિધ ક્ષમતાઓને ધ્યાનમાં રાખીને “સૌરાષ્ટ્ર દર્શન” નામનો પ્રતિભા પ્રસ્તુત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. અંતે વિદ્યાર્થીઓના માતા-પિતાનું પૂજન થાય તે અંતર્ગત માતૃ-પિતૃ પૂજનનો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો હતો. આ પ્રમાણે અલગ અલગ ધોરણોમાં અલગ-અલગ સત્રોનું આયોજન કરવામાં આવ્યું હતું.




Latest News