મોરબીમાં ઘરે જતાં કાકા-ભત્રીજાને આંતરીને ચાર શખ્સોએ બોલાચાલી કરીને છરી વડે કર્યો હુમલો
મોરબીની ઝૂલતા પુલ દુર્ઘટનામાં હવે અધિકારીઓએ સામે કાર્યવાહીના સંકેત: પીડિતોએ કરેલ પિટિશનમાં સુપ્રીમ કોર્ટનો મહત્વનો હુકમ
SHARE
મોરબીની ઝૂલતા પુલ દુર્ઘટનામાં હવે અધિકારીઓએ સામે કાર્યવાહીના સંકેત: પીડિતોએ કરેલ પિટિશનમાં સુપ્રીમ કોર્ટનો મહત્વનો હુકમ
મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનામાં 135 નિર્દોષ લોકોના મોત નીપજયાં હતા જે કેસની તપાસ સીબીઆઇને સોંપવા અને તમામ આરોપીઓ સામે કલમ- 302 લાગૂ કરવાની દાદ માંગતી પીડિતો દ્વારા સુપ્રીમ કોર્ટમાં સ્પેશ્યલ લિવ પિટિશન દાખલ કરવામાં આવી હતી. જેમાં ગુજરાત હાઇકોર્ટે પીડિતોની દાદ ગ્રાહ્ય નહોતી રાખી તે હુકમને પડકારવામાં આવ્યો હતો. અને હવે સુપ્રીમ કોર્ટે પીડિતોને બંધારણની કલમ-32 હેઠળ નવેસરથી અરજી ફાઇલ કરવા મંજૂરી આપી છે
આ સ્પેશ્યલ લિવ પિટિશનની સુનાવણીમાં સુપ્રીમ કોર્ટના જસ્ટિસ એમ.એમ.સુંદરેશ અને જસ્ટિસ રાજેશ બીંદલની ખંડપીઠે અરજદાર પીડિતોને બંધારણની કલમ-32 હેઠળ નવેસરથી અરજી ફાઇલ કરવા મંજૂરી આપી હતી અને આ અરજીની સુનાવણી સ્વતંત્ર રીતે તેના ગુણદોષના આધારે નિર્ણિત કરવા હુકમ કર્યો હતો. સુપ્રીમ કોર્ટે એ પણ સ્પષ્ટ કર્યું હતું કે, આ અરજીની સુનાવણી વખતે હાઇકોર્ટના અગાઉના ચુકાદાનો કોઇ બાધ કે પ્રભાવ રહેશે નહી. અને આ સ્પેશ્યલ લિવ પિટિશનમાં સિનિયર એડવોકેટ શદાન ફરાસરત અને એડવોકેટ ઉત્કર્ષ દવે સહિતના વકીલોએ રજૂઆત કરતાં જણાવ્યું હતું કે, મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના કેસમાં સીબીઆઇને તપાસ સોંપવા અને કલમ-302નો ઉમેરો કરવા દાદ માંગતી સંબંધિત પીડિત દ્વારા કરાયેલ અરજી હાઇકોર્ટે ફગાવી દીધી છે, તે હુકમ અયોગ્ય અને ગેરકાયદે છે કારણ કે, આ કેસમાં પોલીસ દ્વારા તપાસમાં ગંભીર ખામી રાખવામા આવી છે અને એટલું જ નહી, સીટની તપાસના રિપોર્ટમાં ખુદ નગરપાલિકા અને ઓરેવા કંપનીની જવાબદારી ઠરાવાઇ હોવા છતાં પાલિકાના કોઇપણ અધિકારીને આરોપી તરીકે જોડવામાં આવ્યા નથી.
તેમજ આ કેસમાં ઝૂલતા પુલ સંબંધી તમામ પ્રોસીડિંગ્સમાં મોરબી કલેકટરનું નિવેદન શુઘ્ધાં લેવામાં આવ્યું નથી. આ કેસમાં 370 થી વઘુ સાક્ષીઓ છે. જેમાં તપાસનીશ એજન્સીએ મૃતકોના પરિવારના એકથી વઘુ સભ્યો, પાડોશીઓ કે સગાવ્હાલાને સાક્ષી તરીકે ઉમેર્યા છે અને જાણીબુઝીને ટ્રાયલની પ્રક્રિયામાં વિલંબં થાય અને આરોપીઓને મદદ મળી રહે તેવા આશયથી આ બઘુ કરવામાં આવ્યું છે. અને ઘટના બની ત્યારે ઝૂલતા પુલ ખાતેની ટિકિટો બ્લેક માર્કેટીંગ થતી હતી, તેથી 467 અને 468 લાગે પરંતુ આ કલમો લાગૂ પાડવામાં આવી નથી. અને ઓરેવા કંપનીના સીએમડી આરોપી જયસુખ પટેલને જાણકારી હતી કે, પુલ જર્જરિત હાલતમાં છે, તે તૂટી પડવાથી કે તેની ઉપર આટલી ઉંચાઇએથી પડવાથી નિર્દોષ લોકોના જાન-માલની નુકસાની થઇ શકે છે તેમ છતાં બારોબાર કોઇપણ મંજૂરી કે ફીઝીબિલીટી રિપોર્ટ વિના પુલ ખુલ્લો મૂકી દેવાયો હતો. આ સંજોગોમાં કલમ-302 લાગૂ પડે જ છે જો સીબીઆઇને તપાસ સોંપાય તો નવા ખુલાસાઓ સામે આવે તેવી શકયતા છે. અને આ કેસમાં કલેકટર સહિત મોટા રાજકીય માથાઓના નામો બહાર આવે તેવી પણ શકયતા છે. તેવામાં સુપ્રીમ કોર્ટે અરજદાર પીડિતોની રજૂઆત ઘ્યાન લઈને મહત્વનો હુકમ કર્યો છે.