મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

હળવદના જુના ઇશનપુર ગામે જમવા બાબતે બોલચાલી કરીને યુવાનને 3 શખ્સોએ માર માર્યો


SHARE









હળવદના જુના ઇશનપુર ગામે જમવા બાબતે બોલચાલી કરીને યુવાનને 3 શખ્સોએ માર માર્યો

હળવદના જુના ઇશનપુર ગામે રહેતા યુવાને તેના મિત્રને નાસ્તો કરાવ્યો હતો ત્યાર બાદ યુવાનને તેનો મિત્ર પોતાના ઘરે જમવા લઈ ગયો હતો અને ત્યાર બાદ યુવાનના મિત્રના ભાઈ યુવાનને ઘરે જમવા લઈ જવાનું કહ્યું હતું ત્યારે યુવાને ઘરે જમવા લઈ જવાની ના કહી હતી જેથી ત્રણ શખ્સોએ મળીને યુવાનને ગાળો આપીને ઢીકાપાટુનો માર માર્યો હતો તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલા યુવાને સારવાર લીધા બાદ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

હળવદના જુના ઇસનપુર ગામે રહેતા હરસિદ્ધચંદ્ર લધાભાઈ મકવાણા (29)એ હાલમાં લાલાભાઇ પરમાર રહે. કીડી, હીરાભાઈ ડાયાભાઈ સોલંકી અને સુનિલભાઈ ગોવિંદભાઈ પરમાર રહે. બંને જુના ઇસનપુર વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, ફરિયાદીએ લાલાભાઇ પરમારના ભાઈને અગાઉ નાસ્તો કરાવ્યો હતો ત્યાર બાદ લાલભાઈનો ભાઈ તેણે પોતાના ઘરે જમવા માટે લઈ ગયો હતો અને ત્યાં તેઓ જમતા હતા ત્યારે લાલભાઈ આવી ગયા હતા અને બોલાચાલી થયેલ હતી ત્યાર બાદ આરોપી લાલભાઈએ ફરિયાદીને તેના ઘરે જમવા લઈ જવાનું કહ્યું હતું ત્યારે ફરિયાદી ઘરે જમવા લઈ જવાની ના કહી હતી જેથી આરોપી લાલભાઈને સારું નહીં લાગતા તેણે ફરિયાદીને ગાળો આપી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપીને ઢીકાપાટુનો માર માર્યો હતો તેમજ છાતીમાં માર માર્યો છે જ્યારે આરોપી સુનિલભાઈ અને હીરાભાઈએ ફરિયાદીને ગાળો આપીને પકડી રાખ્યા હતા જેથી આ બનાવ સંદર્ભે યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે




Latest News