વાંકાનેરના વાલાસણ ગામની સીમમાં વાડીના મકાનમાંથી 20.17 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે બે પકડાયો મોરબીમાં છોકરાની રમવાની બાબતમાં મોટા વચ્ચે બઘડાટી બોલી ગઈ, મહિલાને ચાર વ્યક્તિઓએ માર મારીને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરતા એટ્રોસિટીની ફરિયાદ નોંધાઇ વાંકાનેરના કેરાળા ગામે રહેતા યુવાનનો મોબાઇલ ફોન હેક કરીને અજાણ્યા શખ્સે 98000 નું કર્યું ટ્રાન્જેક્શન ! ટંકારાના સરાયા ગામની સીમમાંથી સોલાર પેનલમાં લગાવવામાં આવેલ 1.80 લાખના કોપર વાયરની ચોરી મોરબીના પીપળીયા નજીક કુદરતી હાજતે ગયેલ યુવાન પાણીના ખાડામાં ડૂબી જતા મોત હળવદના શિરોહી ગામે સરકારી ખરાબમાં આવેલ વાડીમાં ટ્રેક્ટર ફેરવી નાખીને ચણા-જીરૂના પાકમાં કર્યું નુકસાન, યુવાનના માતા, કાકી અને ભાભીને આપી જાનથી મારી નાખવાની ધમકી: 14 સામે ફરિયાદ વાંકાનેરની દ્વારકાનગરી સોસાયટીમાં રહેતા શખ્સના ઘરમાંથી 693 ગ્રામ અફીણનો જથ્થો ઝડપાયો, 3.56 લાખના મુદ્દામાલ સાથે આરોપીની ધરપકડ મોરબીની વાવડી અને મહેન્દ્રનગર ચોકડીએ અકસ્માતમાં બે યુવાનો ઘાયલ
Breaking news
Morbi Today

વાંકાનેરના કેરાળા ગામે રહેતા યુવાનનો મોબાઇલ ફોન હેક કરીને અજાણ્યા શખ્સે 98000 નું કર્યું ટ્રાન્જેક્શન !


SHARE







































વાંકાનેરના કેરાળા ગામે રહેતા યુવાનનો મોબાઇલ ફોન હેક કરીને અજાણ્યા શખ્સે 98000 નું કર્યું ટ્રાન્જેક્શન !

વાંકાનેર તાલુકાના કેરાળા ગામે રહેતા યુવાનના મોબાઈલ ફોનને કોઈ અજાણ્યા શખ્સ દ્વારા હેક કરી લેવામાં આવ્યો હતો અને ત્યારબાદ તેના મોબાઈલમાં અજાણી એપ્લિકેશન ડાઉનલોડ કરી હતી અને બાદમાં યુવાનના icici બેંકના એકાઉન્ટમાંથી ગૂગલ પે મારફતે 98,000 રૂપિયા ટ્રાન્સફર કરી લેવામાં આવ્યા છે જેથી ભોગ બનેલા યુવાન દ્વારા વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે છેતરપિંડી ફરિયાદ નોંધાવવા આવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

વાંકાનેર તાલુકાના કેરાળા ગામે રહેતા વાહીદહુસેન રહીમભાઈ માથકિયા (35) એ અજાણ્ય શખ્સની સામે હાલમાં વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે છેતરપિંડીની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે કોઈ અજાણ્યા શખ્સ દ્વારા તેઓની જાણ બહાર તેના મોબાઇલ ફોનને હેક કરી લેવામાં આવ્યો હતો અને અજાણી એપ્લિકેશન ફરિયાદીના મોબાઇલ ફોનમાં ઇન્સ્ટોલ કરી હતી અને બાદમાં તેના icici બેંકના એકાઉન્ટ નંબર 118401000639 માંથી ગૂગલ પે દ્વારા ફરિયાદીની જાણ બહાર 98 હજાર રૂપિયા નું ટ્રાન્જેક્શન કરવામાં આવ્યું હતું અને યુવાનની સાથે છેતરપિંડી કરવામાં આવેલ છે જેથી કરીને ભોગ બનેલા યુવાને વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામા આવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે














Latest News