હળવદના સુખપર ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ વૃદ્ધનું સારવારમાં મોત
SHARE
હળવદના સુખપર ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ વૃદ્ધનું સારવારમાં મોત
હળવદ તાલુકાના સુખપર ગામે વાડીએ રહીને મજૂરી કામ કરતા વૃદ્ધે કોઈપણ કારણોસર ગઈકાલે બપોરના 12:00 વાગ્યાના અરસામાં ઝેરી દવા પી લીધી હતી જેથી તેઓને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં સારવાર દરમિયાન તેઓનું મોત નીપજયું હતું જેથી આ બનાવની વાડીના માલિક દ્વારા હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે
મૂળ નર્મદા જિલ્લાના કુવા ગામના રહેવાસી અને હાલમાં હળવદ તાલુકાના સુખપર ગામે રવિભાઈ દેકાવાડિયાની વાડીએ રહીને મજૂરી કામ કરતા છોટુભાઈ ઉર્ફે શૈલેષભાઈ ભાણાભાઈ વસાવા (65) નામના વૃદ્ધે કોઈપણ કારણોસર પોતે પોતાની જાતે તા. 19/11 ના બપોરના આશરે 12 વાગ્યાના અરસામાં વાડીએ હતા ત્યારે ત્યાં ઝેરી દવા પી લીધી હતી જેથી તેઓને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં સારવાર દરમિયાન તેઓનું મોત નીપજ્યું હતું જેથી આ બનાવની વાડીના માલિક રવિભાઈ દેકાવાડીયા (22) રહે. સુખપર વાળાએ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે