મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

મોરબીના ઇન્દિરાનગર પાસે વોંકળા કાંઠેથી ૩૪ બોટલ દારૂ સાથે એક પકડાયો


SHARE









મોરબીના ઇન્દિરાનગર પાસે વોંકળા કાંઠેથી ૩૪ બોટલ દારૂ સાથે એક પકડાયો

મોરબીના મહેન્દ્રનગર ગામ પાસે ઇન્દિરાનગર વિસ્તારમાં વોંકડાના કાંઠે દારૂની રેડ કરી હતી. ત્યારે દારૂની નાની અને મોટી ૩૪ બોટલ સાથે એક શખ્સને પોલીસ દ્વારા પકડવામાં આવેલ છે અને આગળની તપાસ શરૂ કરવામાં આવી છે.

મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટાફે બાતમીના આધારે મોરબીના સામાકાંઠે મહેન્દ્રનગર ગામે આવેલ ઇન્દિરાનગર વિસ્તારમાં મેલડી માતાના મંદિર સામેની શેરીના છેડે વોંકડાના કાંઠે રેડ કરી હતી. ત્યાં બાવળની કાંટમાં જુદા-જુદા માપની જુદી-જુદી બ્રાન્ડની નાની-મોટી બોટલો અને ચપલાઓ કુલ મળીને ૩૪ નંગ મળી આવ્યા હતા. જેથી રૂપિયા ૧૭,૨૭૩ ની કિંમતના દારૂના જથ્થા સાથે પોલીસ દ્વારા અમરશી રૂપાભાઈ પંચાસરા કોળી (૨૧) રહે. ઇન્દિરાનગર મેલડી માતાના મંદિર પાસેની શેરી સામાકાંઠે મોરબી-૨ ની ધરપકડ કરી હતી. અને તેની સામે ગુનો નોંધાયો છે જો કે, આ શખ્સ પાસેથી મળી આવેલ દારૂનો જથ્થો ક્યાંથી આવ્યો અને કોને આપવાનો છે તે દિશામાં આગળની તપાસ ચાલી રહી છે.




Latest News