મોરબીમાં ક્રિષ્ના હોસ્પિટલના સ્ટાફ અને જુદીજુદી શાળાના વિદ્યાર્થીઓને અપાઈ ફાયરની તાલીમ મોરબી મહાપાલિકાની ટીમે એક અઠવાડીયામાં 35 ઢોરને પકડીને ડબ્બે પૂરી દીધા મોરબીમાં ગુરુવારથી દુર્ગાપુજા મહોત્સવનો પ્રારંભ મોરબીના રાજકોટ હાઇવે ઉપર બે બાઈક સામસામે અથડાતા ઇજાગ્રસ્ત વૃધ્ધ સારવારમાં મોરબી આઈટીઆઈ પાસે ડબલસવારી બાઈકને ટ્રકે ઉડાવતા બે યુવકને ઈજા મોરબી જીલ્લાના સરકારી શિક્ષકોના પગાર માટે એક્સિસ બેંક સાથે સેલેરી એકાઉન્ટ માટે એમઓયુ કરાયા લાયન્સ કલબ ઓફ મોરબી સીટી નો એક માનવીય સેવાકીય પ્રોજેક્ટ મોરબી જીલ્લામાં શરૂ કરાયેલ પાસપોર્ટ સેવા મોબાઇલ વાનને મળ્યો સારો પ્રતિસાદ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ


SHARE









મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ

મોરબી જિલ્લા સેવા સદન ખાતે કાર્યરત સરકારી વિભાગની જુદી જુદી કચેરીઓમાં આજે કલેક્ટર દ્વારા રેન્ડમલી ચેકિંગ કરવામાં આવ્યું હતું અને ત્યાં હાજર રહેલા અધિકારી અને કર્મચારીઓને જરૂરી સૂચના આપવામાં આવી હતી તેમજ ઓફિસમાં જે અધિકારી અને કર્મચારી હાજર ન હતા તેની સામે કાર્યવાહી કરાશે તેવું પણ કલેકટરે જણાવ્યુ હતું.

મોરબી શહેરના સામાકાંઠે વિસ્તારમાં શોભેશ્વર રોડ ઉપર જિલ્લા સેવા સદન આવેલું છે ત્યાં જિલ્લા કલેક્ટર કચેરી સહિત તમામ જુદા જુદા વિભાગની સરકારી કચેરીઓ કાર્યરત છે અને આ સરકારી કચેરીઓની અંદર આજે જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરે દ્વારા રેન્ડમલી ચેકિંગ કરવામાં આવ્યું હતું ત્યારે રોજગાર વિભાગ, માહિતી કચેરી સહિતની ઓફિસમાં હાજર રહેલા અધિકારી અને કર્મચારીની હાજરી ચેક કરી હતી અને તેઓ દ્વારા સરકારી રેકર્ડને રાખવામા આવતું હોય છે તેને પણ ચેક કર્યું હતું. ત્યારબાદ જિલ્લા કલેકટર દ્વારા હાજર રહેલા અધિકારી અને કર્મચારીને જરૂરી માર્ગદર્શન અને સૂચના આપવામાં આવી હતી સાથો સાથ જે અધિકારી અને કર્મચારી ઓફિસ સમય દરમિયાન હાજર ન હતા તેની સામે કાર્યવાહી કરવા માટે પણ કલેક્ટર દ્વારા સૂચના આપવામાં આવેલ છે




Latest News