મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી
SHARE
મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી
મોરબીની મચ્છુ જળ હોનારતની ઘટનાને આજે 47 વર્ષ પુરા થઇ ગયા છે જો કે, આજે પણ આ ઘટના યાદ આવે ત્યારે લોકોના શરીરમાંથી કંપારી છૂટી જાય છે. કેમ કે, મચ્છુના હોનારતમાં અનેક લોકોએ તેઓના પરિવારજનને ગુમાવ્યા છે. આજે મોરબી મહાપાલિકા કચેરીએથી મણીમંદિરના પટાંગણમાં મૂકવામાં આવેલ દિવંગત આત્માઓની ખાંભી સુધીની મૌન રેલી યોજાઇ હતી જેમાં રાજ્યના મંત્રી, માજી ધારાસભ્યો, કલેક્ટર સહિત લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા
11 મી ઓગસ્ટના દિવસને મોરબીમાં મચ્છુ-2 ડેમ તુટ્યો હતો અને મોરબીમાં મચ્છુના પાણી ફરી વળ્યા હતા અને આ પાણીમાં અનેક લોકોએ પોતાના સ્વજનો અને માલ મિલકતોને ગુમાવી હતી જેથી આજે પણ મચ્છુ જળપ્રલયની તારીખ આવે ત્યારે લોકોને જૂની યાદો તાજી થઈ જાય છે. આ ઘટનાના આટલા વર્ષો પછી પણ જળ હોનારતમાં કેટલા લોકોના મૃત્યુ થયા હતા તેનો સાચો આંકડો સામે આવેલ નથી પંરતુ એવું કહેવાય છે કે, 4200 લોકો કરતાં વધુ લોકોને મચ્છુનું પાણી તાણી ગયું હતું. આટલું જ નહિ હજારોની સંખ્યામાં અબોલજીવના પણ મોત નિપજ્યાં હતા અને હોનારતમાં મૃત્યુ પામેલા લોકો તેમજ અબોલજીવના મૃતદેહ પાણી ઓસરિયા પછી વીજપોલ, મકાનની છત, વૃક્ષની ડાળી અને વીજ વાયરો ઉપર લટકતા જોવા મળ્યા હતા. તે દ્રશ્યો આજે પણ લોકોને યાદ આવે તો મોતના તાંડવ સમાન હોનારત નજર સમક્ષ આવી જાય છે, આજે મોરબી મહપાલિકા કચેરીએથી મણીમંદિરના પટાંગણમાં મૂકવામાં આવેલ દિવંગત આત્માઓની ખાંભી સુધી મૌન રેલી યોજાઇ હતી
જેમાં રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા, મેયર ઉતમભાઈ સુરાણી, માજી મંત્રી બ્રિજેશભાઈ મેરજા, મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ જયંતિભાઈ રાજકોટિયા, પ્રદીપભાઇ વાળા, ડો. જયંતિભાઈ ભાડેશિયા, મોરબી શહેર ભાજપના નૈમિષભાઈ પંડિત, જિલ્લા ભાજપના મહામંત્રી અરવિંદભાઇ વાસદડિયા અને તપનભાઈ દવે, કલેક્ટર સ્વપ્નિલ ખરે, ડીડીઓ વિદ્યાસાગર, એસપી મુકેશ પટેલ, ડીવાયએસપી જે.એમ.આલ સહિતના અધિકારીઓ તેમજ જયંતિભાઈ પટેલ, રિશિપભાઇ કૈલા, મેઘરાજસિંહ ઝાલા, ભૂપતભાઇ જારીયા, ભાવેશભાઈ કંઝારીયા, કેતનભાઇ વિલપરા, મનુભાઈ બરાસરા, શહેર કોંગ્રેસનાં પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજા, એલ.એમ. કંઝારીયા, પંકજભાઈ રણસરિયા રવિન્દ્રભાઈ સનાવડા, કેતનભાઈ બોપલિયા, જયરાજસિંહ જાડેજા, જિજ્ઞેશભાઈ કૈલા, મણિભાઈ સરડવા, જીતુભાઈ પટેલ તથા મહપાલિકાના ચેરમેનો અને ચૂંટાયેલા સભ્યો સહિતના શહેરીજનોએ મોટી સંખ્યામાં જોડાયા હતા અને દિવંગત આત્માઓને શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી.