મોરબીમાં ક્રિષ્ના હોસ્પિટલના સ્ટાફ અને જુદીજુદી શાળાના વિદ્યાર્થીઓને અપાઈ ફાયરની તાલીમ મોરબી મહાપાલિકાની ટીમે એક અઠવાડીયામાં 35 ઢોરને પકડીને ડબ્બે પૂરી દીધા મોરબીમાં ગુરુવારથી દુર્ગાપુજા મહોત્સવનો પ્રારંભ મોરબીના રાજકોટ હાઇવે ઉપર બે બાઈક સામસામે અથડાતા ઇજાગ્રસ્ત વૃધ્ધ સારવારમાં મોરબી આઈટીઆઈ પાસે ડબલસવારી બાઈકને ટ્રકે ઉડાવતા બે યુવકને ઈજા મોરબી જીલ્લાના સરકારી શિક્ષકોના પગાર માટે એક્સિસ બેંક સાથે સેલેરી એકાઉન્ટ માટે એમઓયુ કરાયા લાયન્સ કલબ ઓફ મોરબી સીટી નો એક માનવીય સેવાકીય પ્રોજેક્ટ મોરબી જીલ્લામાં શરૂ કરાયેલ પાસપોર્ટ સેવા મોબાઇલ વાનને મળ્યો સારો પ્રતિસાદ
Breaking news
Morbi Today

મોરબીના મહેન્દ્રનગર આઈટીઆઈ નજીક દવા પી જતા પરણીતા સારવારમાં


SHARE









મોરબીના મહેન્દ્રનગર આઈટીઆઈ નજીક દવા પી જતા પરણીતા સારવારમાં

 

મોરબી-હળવદ રોડે મહેન્દ્રનગર ગામ નજીક આવેલ આઈટીઆઈ પાસેની ઉમા રેસીડેન્સી ખાતે રહેતા પરીવારની રીનાબેન પ્રકાશભાઈ દેવરાજભાઈ ધોરીયાણી પટેલ (25) નામની પરણીતા કોઈ કારણોસર ઘરે દવા પી ગયેલા હોય સામાકાંઠે શિવમ હોસ્પીટલે સારવાર માટે લઈ જવાયા હતા. તેઓનો લગ્નગાળો ચારેક વર્ષનો હોય તાલુકા પોલીસ મથકના વિજયભાઈ મિયાત્રાએ નોંધ કરી તપાસ કરી હતી.જયારે મોરબીના જેતપર રોડ રંગપર ગામ નજીક બાઈક સવાર બે યુવાનને ટ્રક ચાલકે ટકકર મારતા બાઈકમાં બેઠેલા કિશન વિક્રમભાઈ સમ્રાટ (21) અને સિંગુ માંગીયાભાઈ રંગરાય (17) રહે. બંને પાવન પાર્ક સામાકાંઠેને અત્રેની સીવીલે સારવાર માટે લવાયા હતા.

વાહન અકસ્માત
 મોરબીના હરીપર (કેરાળા)ના પાટીયે વાહન અકસ્માતમાં ઈજા પામેલ જેસીંગભાઈ મોતીભાઈ જીંજુવાડીયા (65) રહે. નવા સાદુળકાને સારવાર માટે સિવિલે ખસેડાયા હતા. જયારે જુની આરટીઓ સામેના ઉમા રીસોર્ટ પાસે થયેલ મારામારીમાં ઈજા પામેલા ભરત દુદાભાઈ થરેસા (30) રહે. અમરેલીને અત્રે સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો. મોરબી આઈટીઆઈ પાસે કોઈએ પથ્થર મારતા ઈજા પામેલ નરસીભાઈ રવજીભાઈ દેવીપૂજક (65) રહે. મોરબીને સારવારમાં લઈ જવાયા હતા.

મારામારીમાં ઈજા
 વાંકાનેર હાઈવે ઉપરના જાંબુડીયલા ગામે કારખાનાના લેબર કવાર્ટરમાં રહી મજુરીકામ કરતા અજય આશારામ અહીરવાલ (ઉ.23) નામના યુવાનને મારામારીમાં ઈજા થતા સારવાર માટે મોરબી લવાયો હતો. જયારે મોરબી એસપી રોડ વિષ્ણુ એપાર્ટમેન્ટમાં રહેતો તરૂણ ભરતભાઈ વિરમગામા નામનો યુવાન કોઈ કારણોસર ટોઈલેટ કલીનર પી જતા સારવાર માટે અત્રેની ક્રિષ્ના હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.

દારૂ પકડાયો
 વાંકાનેર હાઈવે લાલપર ગામે રહેતો અશોક પ્રવિણભાઈ ડાભી (30) નામનો યુવાન ત્યાં આવેલ શ્રીજી ગોલ્ડ સીરામીક પાસેથી નિકળેલ ત્યારે પોલીસે રોકીને તેને ચેક કરતા અશોક ડાભી પાસેથી દારૂની નાની પાંચ બોટલ (ચપલા) કિંમત રૂા.2825 મળી આવતા તાલુકા પોલીસે તેની સામે ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી કરી હતી.  જયારે સામાકાંઠે મહેન્દ્રનગર ગામે શિવમ હોસ્પિટલની પાછળ આવેલ વિપુલનગરમાં રહેતા ઉદયભાઈ સરલભાઈ કુશ્વાહ (36) અને રમેશભાઈ રામનારાયણ કુશ્વાહ (45)ને ઘર નજીક મારામારીના બનાવમાં ઈજા થતા સારવાર માટે સિવિલે ખસેડાયા હતા




Latest News