મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરીને ગર્ભ રાખી દેનારા આરોપીને પોકસો કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો


SHARE









મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરીને ગર્ભ રાખી દેનારા આરોપીને પોકસો કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો

મોરબી તાલુકા વિસ્તારમાં રહેતા પરિવારની સગીર દીકરીની એકલતાનો લાભ લઈને તેની સાથે દુષ્કર્મ કરવામાં આવ્યું હતું અને જો તે અંગેની કોઈને સગીરા જાણ કરે તો તેને જાનથી મારી નાખશે તેવી ધમકી આપી હતી દરમ્યાન સગીરાને ગર્ભ રહી ગયો હતો જેથી સમગ્ર મામલો સામે આવ્યો હતો અને તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાયેલ હતો જે કેસ મોરબીની સ્પેશ્યલ પોકસો કોર્ટમાં ચાલી ગયો હતો તેમાં કોર્ટે આરોપીને 20 વર્ષની સખ્ત કેદની સજા અને 25 હજારનો દંડ ફટકાર્યો છે.

આ કેસની મદદનીસ સરકારી વકીલ પાસેથી મળતી માહિતી મુજબ મોરબી તાલુકામાં વર્ષ 2019 માં શ્રમિક પરિવારની સગીર દીકરી એકલી ઘરે હતી ત્યારે તેની એકલતાનો લાભ લઈને તેની સાથે વારંવાર દુષ્કર્મ કરવામાં આવ્યું હતું અને સગીરા આ બાબતે કોઈને કશું જ કહેશે તો તેને જાનથી મારી નાખવામાં આવશે તેવી ધમકી આપવામાં આવી હતી દરમ્યાન સગીરાને ગર્ભ રહી જતાં સમગ્ર મામલો સામે આવ્યો હતો અને સગીરાના પિતાએ તાલુકા પોલીસ સ્ટેશન્મા દુષ્કર્મની ફરિયાદ નોંધાવેલ હતી જેમાં જણાવ્યુ હતું કે, રમેશ પુનાજી ડામોર રહે. મૂળ સંતરામપુર જિલ્લો મહીસાગર હાલ રહે. રાજપર ગામની સીમ મોરબી વાળાએ ફરિયાદીની સગીર દીકરીની એકલતાનો લાભ લઈને તેની સાથે વારંવાર દુષ્કર્મ કર્યું હતું જેથી સગીરાને ગર્ભ રહી ગયો હતો જેથી સગીરાને પિતાએ આપેલ ફરિયાદ આધારે પોલીસે પોક્સો સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને આરોપીને પકડીને આગળની કાર્યવાહી કરી હતી તેવામાં આ કેસ મોરબીની સ્પેશ્યલ પોકસો કોર્ટમાં સ્પેશ્યલ જજ (પોક્સો કોર્ટ) અને એડીશનલ સેશન્સ જજ ભૂમિકા કનૈયાલાલ ચંદારાણા સાહેબની કોર્ટમાં ચાલી ગયો હતો જેમાં મદદનીશ સરકારી વકીલ એન.ડી.કારીયાએ કોર્ટમાં રજુ કરેલ મૌખિક અને દસ્તાવેજી પુરાવાઓ તેમજ દલીલોને ધ્યાને લઈને કોર્ટે આરોપી રમેશ પુનાજીભાઈ ડામોરને 20 વર્ષની સખ્ત કેદની સજા અને 25 હજારનો દંડ ફટકાર્યો છે અને દંડની રકમ ન ભરે તો વધુ છ માસની સાદી કેદની સજાનો હુકમ કરવામાં આવેલ છે.




Latest News