મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

માળીયા (મી) નાના દહીસરા ગામ પાસે ડેલામાં આવેલ ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ: બે આરોપીઓની શોધખોળ


SHARE









માળીયા (મી) નાના દહીસરા ગામ પાસે ડેલામાં આવેલ ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ: બે આરોપીઓની શોધખોળ

માળીયા મીયાણા તાલુકાના રેલવે સ્ટેશન ફાટક પાસે આવેલ ડેલાની ઓરડીમાં દારૂનો જથ્થો હોવાની ચોક્કસ હકીકત એલસીબીની ટીમને મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની 117 બોટલ મળી આવી હતી જેથી પોલીસે 62,105 રૂપિયાની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

મોરબી જિલ્લા એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી દરમિયાન મોરબીના સનાળા ગામે રહેતા વિજયભાઈ નારણભાઈ ચાવડા તથા રાજકોટના હરેશભાઈ નરસીભાઈ બારોટ દ્વારા ભાગીદારીમાં પીપળીયા ચાર રસ્તાથી નવલખી તરફ જતા રોડ ઉપર નાના દહીસરા રેલવે ફાટકની સામે કાચા રસ્તા ઉપર આવેલ તેઓના કબજા ભોગવટા વાળા ડેલામાં પતરાની ઓરડીની અંદર દારૂનો જથ્થો હોવાની ચોક્કસ હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની 117 બોટલ મળી આવતા પોલીસે 66,105 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો જોકે, પોલીસ દ્વારા રેડ કરવામાં આવી હતી ત્યારે આરોપી વિજયભાઈ નારણભાઈ ચાવડા કે હરેશભાઈ નરસીભાઈ બારોટ હાજર ન હોય માળીયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.




Latest News