મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી


SHARE









મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી, ત્રાજપર પાસેના બનાવમાં ત્રણ ઘવાયા: જેતપર રોડ અને ઘુંટુ પાસે પણ મારામારી

મોરબીના સામાકાંઠે ત્રાજપર પાસે મારામારીનો બનાવ બન્યો હતો. બાઈક-બસની સાથે અથડાયા બાદ બોલાચાલી થયેલ ત્યાર બાદ મારામારીમાં ઈજા થતા ઈજાગ્રસ્તોને સારવારમાં દવાખાને ખસેડાયા હતા.મોરબીના મહેન્દ્રનગર ગામે રામકો સોસાયટી પાસેના ગ્રીનલેન્ડ પાર્કમાં રહેતા રામાભાઈ છગનભાઈ ગોલતર બાઈક લઈને જતા હતા ત્યારે બસ સાથે વાહન અથડાયું હતું.

ત્રાજપર ક્રિષ્ના ગેરેજ પાસે થયેલ આ અકસ્માત બાદ મારામારી થતા રામાભાઈ ગોલતરને ઈજા થતા અત્રેની શિવમમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા. જયારે સામે પક્ષેથી જયદીપ જયસુખભાઈ વારાણીયા (23) અને હાર્દિક વિનાભાઈ ગોલતર (26) રહે. બંને ત્રાજપર સામાકાંઠેને ત્રાજપર પાસેના ક્રિષ્ના મેરેજ નજીક મુકાભાઈ ગોલતર સહિત પાંચેક લોકોએ માર મારતા જયદીપ અને હાર્દિકને પણ ખાનગી હોસ્પીટલે સારવાર માટે લવાયા હતા. બી ડીવીઝન પોલીસે નોંધ કરી તપાસ કરી હતી. જયારે સામાકાંઠે કોર્ટ પાછળ મારામારી થતા ઈજાગ્રસ્ત થયેલા વિનોદભાઈ દુદાભાઈ ચાવડા (55) રહે. પ્રેમજીનગર (મકનસર)ને સારવાર માટે સિવિલે લવાયા હતા. તેમજ વીસીપરાથી અમરેલી ગામ જતા રસ્તે આવેલ શિતળા માતાજીના મંદિર પાસે થયેલ મારામારીમાં ઘવાયેલા રોહિત ચતુરભાઈ અખીયાણવી (21) રહે. વીસીપરાને સારવાર માટે સિવિલે લઈ જવાયો હતો.

સિંદુર પી જતા
 મોરબીના અમરનગર પાસે કારખાનાના લેબર કવાર્ટરમાં રહી મજુરી કામ કરતા પરીવારના અંતિમાબેન શિવકુમાર રાવત (22)ને અસહ્ય માથાનો દુ:ખાવો ઉપડતા તેઓ સિંદૂર પી ગયા હતા જેથી સારવારમાં સિવિલે લાવવામાં આવ્યા હતા. જયારે જેતપર રોડ પાવડીયારી નજીક આવેલા સાપર ગામે ભાઈ સાથે મારામારીમાં ઈજા પામેલા ઈન્દરભાઈ જગદીશભાઈ (35)ને સારવારમાં સીવીલે લઈ જવાયો હતો. તેમજ નીચી માંડલ ગામ પાસે મારામારીના બનાવમાં ઈજા પામેલા રાજુ ગણેશભાઈ પંડયા (34) રહે. ઘુંટુને ઈજા થતા સારવારમાં લઈ જવાયો હતો.

શોર્ટ લાગતા
 બેલા ગામે આવેલા સિરામીક યુનીટ પાસે રહી ત્યાં મજુરીકામ કરતા રોહિતભાઈ યાદવ (22)ને કામ દરમ્યાન શોર્ટ લાગતા સારવારમાં ખસેડાયો હતો. જયારે સરતાનપર ચોકડી નજીક સાપ કરડી જતા રામનરેશ મહેન્દ્રસિંગ ચૌહાણ (28) રહે. ઘુંટુને સારવારમાં લઈ જવાયો હતો. મોરબીના લીલાપર રોડે ટેબલફેનમાં શોર્ટ આવતા રૂપાબેન કેશુભાઈ ચૌહાણ (7) નામની બાળકીને સારવારમાં લઈ જવાયેલ હતી. જેતપર રોડ લાફાન્સ સીરામીક નજીક મારામારીમાં ઈજા થતા દુર્ગેશ રમેશભાઈ મોવૈયા (31)ને અને ઘુંટુ ગામ પાસેના મારમોલા સીરામીક પાસે સળીયા વડે થયેલ મારામારીમાં ઘવાયેલા ભુષણ રામજીભાઈ પાસ્વાન (36) રહે. ઘુંટુને સારવાર માટે લઈ જવાયા હતા




Latest News