મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં ગાડી સળગી જતાં વાહનના માલિકને 12 લાખનો વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ


SHARE









મોરબી જીલ્લામાં ગાડી સળગી જતાં વાહનના માલિકને 12 લાખનો વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ

માળીયા હળવદ રોડ ઉપર ગાડીમાં આગ લાગી હતી જેથી ગાડી બળીને ખાખ થઈ ગઈ હતી અને કારના મલિક પાસે વીમો હતો તો પણ વીમા કંપનીએ વીમો આપવાની ના પડી હતી જેથી ગ્રાહક કોર્ટમાં કેસ કર્યો હતો જેમાં કોર્ટે વીમા કંપનીને 12 લાખનો પૂરો વીમો આપવાનો આદેશ કર્યો છે.

મોરબીના રાજપર ગામે રહેતા મયુરભાઈ બીજલભાઈ કતારીયા તેની ગાડી લઈને કૈલાસ પેપરમિલ માળિયા અમદાવાદ હાઈવે ઉપર જતા હતા ત્યારે હાઈવે પર અચાનક ગાડીમાં આગ લાગી હતી અને ગાડી સળગી ગઈ હતી અને મયુરભાઈ પાસે એચડીએફસી એરગો જનરલ ઇન્સ્યોરન્સ ગૂડ્સ કેરીંગ ક્રોપહેન્સી વીમા પોલીસી હતી તો પણ વીમા કંપનીએ વીમો આપવાની ના પાડી દીધી હતી જેથી તેઓએ મોરબી શહેર/ જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતા મારફત ગ્રાહક અદાલતમાં કેસ કર્યો હતો અને વીમા કંપનીએ અદાલતમાં કહ્યું હતું કે ગાડીમાં એક્સ્ટ્રા એલ.ઈ.ડી. લાઈટ એસેસરીઝ ફીટ કરવાથી આગ લાગી છે અને વાહનની યોગ્ય માવજતના અભાવે આગ લાગી છે જો કે, કોર્ટે કર્યું હતું કે, વીમા પોલીસી એડઓન કવર પેટે ફરિયાદી પાસેથી પ્રીમીયમ લીધું છે અને ગ્રાહક નિયમિત પ્રીમીયમ ભર્યું છે વીમા કંપનીની સેવામાં ખામી છે અને રેપ્યુટ લેટરથી વીમા નામંજુર થાય નહિ માટે વીમા કંપનીએ મયુરભાઈને પૂરો 12 લાખનો વીમો ચૂકવવા માટે આદેશ કર્યો છે. આવી કોઈ પણ મેટરમાં મોરબી ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતા, મંત્રી રામભાઈ મહેતા અને ઉપપ્રમુખ બળવંતભાઈ ભટ્ટ તથા હિતેશભાઈ મહેતાનો સંર્પક કરવા માટે જણાવ્યુ છે.




Latest News