મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો


SHARE









મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો

મોરબી તાલુકા વિસ્તારમાં રહેતા પરિવારની સગીર દીકરીનું લગ્નની લાલચ આપીને અપહરણ કરવામાં આવ્યું હતું અને તેની સાથે વારંવાર શરીર સંબંધ બાંધવામાં આવ્યો હતો જેથી કરીને ભોગ બનેલ સગીરાના પરિવારજન દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી હતી જેના આધારે પોલીસે અપહરણ અને દુષ્કર્મ સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને આરોપીઓને પકડ્યા હતા અને આ કેસ મોરબી જિલ્લાની સ્પેશયલ પોકસો કોર્ટમાં ચાલી ગયો હતો જેમાં મુખ્ય આરોપીને કોર્ટે 20 વર્ષની સખત કેદની સજા અને 25000 રૂપિયાનો દંડ ફટકાર્યો છે જ્યારે 4 આરોપીઓને શંકાનો લાભ આપીને નિર્દોષ છોડી મૂકવામાં આવ્યા છે

મોરબી તાલુકા વિસ્તારમાં વર્ષ 2024 માં સગીરાનુ લગ્ન કરવાની લાલચ આપીને અપહરણ કરવામાં આવ્યું હતું જે બાબતે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી હતી જેના આધારે પોલીસે આ ગુનામાં મુખ્ય આરોપી તથા તેની મદદગારી કરનાર સહિત કુલ 5 આરોપીઓને અપહરણ અને દુષ્કર્મના ગુનામાં ઝડપી લીધા હતા જે કેસ મોરબી જિલ્લાની સ્પેશ્યલ પોકસો કોર્ટમાં જજ ભૂમિકા કન્યાલાલ ચંદારાણા સાહેબ સમક્ષ ચાલી ગયો હતો જેમાં મોરબી જિલ્લાના મદદનીસ સરકારી વકીલ સંજયભાઈ સી. દવે અને નીરજભાઈ ડી. કારીઆ દ્વારા કરવામાં આવેલી દલીલો તેમજ 17 મૌખિક અને 35 દસ્તાવેજી પુરાવાઓને ધ્યાને લઈને કોર્ટ દ્વારા મુખ્ય આરોપી વનરાજસિંહ ઉર્ફે નાનુભા બચુભા ઝાલાને 20 વર્ષની સખત કેદની સજા અને 25000 રૂપિયાનો દંડ ફટકાર્યો છે જ્યારે આરોપી વિજુભા ઉર્ફે વિજય ચેહુભા ઝાલા, મંગુબા બચુભા ઝાલા, દોલુભા ઉર્ફે દોલુ બચુભા ઝાલા અને શક્તિસિંહ ઉર્ફે ટીનુભા બાબુભા વાઘેલાને શંકાનો લાભ આપીને નિર્દોષ છોડી મૂકવામાં આવેલ છે ઉલેખનીય છે કે, મોરબી જિલ્લાના મદદનીસ સરકારી વકીલ નીરજભાઈ ડી. કારીઆ દ્વારા છેલ્લે ત્રણ દિવસમાં જુદાજુદા ગંભીર પ્રકારના ત્રણ ગુનામાં આરોપીઓને સજા અપાવવામાં આવેલ છે જેમાં એસીબીના કેસમાં કલાર્ક તેમજ દુષ્કર્મના કેસમાં આરોપીને સજા છેલ્લા બે દિવસમાં કરવામાં આવી ત્યાર બાદ આજે વધુ એક કેસમાં આરોપીને કોર્ટે સજા ફટકારતાં આરોપીઓને સજા કરવામાં મદદનીસ સરકારી નીરજભાઈ ડી. કારીઆએ હેટ્રીક કરી છે તેવી કહીએ તો તેમાં જરાપણ અતિશયક્તિ નથી.




Latest News