મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ મોરબી નજીક વિરપર ગામે સાપ કરડી જતા 11 વર્ષની બાળકીનું મોત મોટી દુઘટના સહેજમાં ટળી: ટંકારાના હીરાપર ગામે જર્જરિત પાણીના ટાંકો તોડતા સમયે મકાન-દુકાન ઉપર પડ્યો મોરબીમાં આજે રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાઇ
Breaking news
Morbi Today

મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ


SHARE







મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ

 

મોરબી તાલુકાના ઉંચી માંડલ ગામના વતની સંજયકુમાર નિતીનભાઈ કુંડારીયાએ જય ઓટો ઝોનમાંથી ગાડી ખરીદી કરેલ.ગાડી એકાએક બંધ થઈ જતા જય ઓટો ઝોનમાં રજુઆત કરતા કોઈ જ દાદ ન મળતા. સંજયભાઈએ ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતા દ્વારા ગ્રાહક અદાલતમાં કેસ દાખલ કરતા સાત દિવસમાં ગાડી વ્યવસ્થિત કરી આપવી તથા સંજયભાઈને રૂા. ૫૦૦૦ પુરા ખર્ચના આપવા હુકમ કરેલ છે.

આ કેસ ની વિગત એવી છે કે મોરબી તાલુકાના ઉંચી માંડલ ગામના વતની સંજયકુમાર નિતીનભાઈ કુંડારીયાએ જય ગણેશ ઓટો ઝોન માંથી રૂા.૨૦,૫૪,૪૪૪ ની ગાડી નંબર જી.જે.૩૬ એજે ૮ર૦૦ ની ખરીદી કરેલ આ ગાડીમાં એક વર્ષ પછી કુલીંગ અને એન્જીન બંધ થઈ જતા કાર વારંવાર બંધ થતા જય ગણેશ ઓટો ઝોનમાં વારંવાર ફરીયાદ કરતા તેઓના તરફથી કોઇ સંતોષકારક જવાબ નહી મળતા મોરબી શહેર/જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઇ મહેતા દ્વારા ગ્રાહક અદાલતમાં કેસ દાખલ કરવામાં આવેલ.નામદાર કોર્ટે દિવસ સાતમાં ગ્રાહકને સંતોષ થાય તે રીતે ફ્રી માં ગાડી વ્યવસ્થિત કરી આપવી અને ગ્રાહકને રૂા. ૫૦૦૦ ખર્ચના આપવાનો હુકમ કરવામાં આવેલ છે. ગ્રાહકે પોતાના હક માટે હમેશા લડવું જોઈએ.ગ્રાહકને કોઈપણ જગ્યાએ ગ્રાહક તરીકે અન્યાય થાય તો પોતાના હિત હકક માટે હમેશાં લડવું જોઇએ. કોઇપણ ગ્રાહકને અન્યાય થાય તો પ્રમુખ લાલજીભાઈ મહેતા (મો.૯૮રપ૭ ૯૦૪૧૨) અથવા ઉપપ્રમુખ હિતેશભાઈ મહેતા (મો.૯૯૭૮૯ ૮૩૯૮૬) નો સંપર્ક કરવો






Latest News