મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન


SHARE









મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન

મકનસર ખાતેના પાકિસ્તાની નાગરિકો માટે એલટીવી રીન્યુઅલ અને સિટીઝનશિપ કામગીરી અર્થે ૧૫ ઓગસ્ટના રોજ ખાસ કેમ્પ યોજાશે.મોરબી તાલુકાના મકનસર વિસ્તારમાં રહેતા અને લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે વહીવટી તંત્ર દ્વારા વિશેષ સુવિધા આપતો કેમ્પ આયોજિત કરવામાં આવ્યો છે.મકનસર ગામ ખાતે પ્રેમજીનગરની પાછળ તા.૧૫ ઓગસ્ટ ને બપોરે ૩ કલાકે આ કેમ્પ યોજાશે.આ કેમ્પમાં મકનસર વિસ્તારના એલટીવી વીઝા ધારક નાગરિકોના વીઝા રીન્યુઅલ તેમજ ભારતીય નાગરિકત્વ (સીટીઝનશીપ) મેળવવા સંબંધિત આનુષંગિક કામગીરી સ્થળ પર હાથ ધરવામાં આવશે. સંબંધિત તમામ લોંગ ટર્મ વીઝા ધારકોને આ કેમ્પનો લાભ લેવા મોરબી મામલતદાર (ગ્રામ્ય) એ યાદીમાં જણાવ્યું છે.

અધ્યયન મંડળ-મોરબી

અધ્યયન મંડળ અષાઢ સુદ ૩ દિનાંક ૧૫-૮ ને સ્વાતંત્ર્ય દિનની સંધ્યાએ શનિવારે રાત્રે ૯ વાગ્યે ૫૮ માં માસિક બૌદ્ધિક સત્રનું આયોજન કરવામાં આવ્યું છે.આ કાર્યશાળા નિલકંઠ વિદ્યાલય રવાપર રોડ ખાતે યોજાશે.આ કાર્યશાળામાં મૂળ મોરબીના અને હાલ ગાંધીનગર સ્થિત લેખક, વક્તા, રાજ્ય કક્ષાના શિક્ષક, તાલીમ તજજ્ઞ એવા પરેશભાઈ દલસાણિયા જેઓ 'નાગરિક કર્તવ્ય' વિષય ઉપર વક્તવ્ય આપશે.આ કાર્યક્રમમાં સમયસર ઉપસ્થિત રહો તેવી જાહેર અપીલ કરવામાં આવેલ છે.આ કાર્યશાળામાં પ્રેક્ષકો દ્વારા ચર્ચા પણ કરવામાં આવશે.આ કાર્યશાળા છેલ્લા સાડા ચાર વર્ષથી સાતત્યપૂર્ણ ચાલે છે.રાષ્ટ્ર જીવનને સ્પર્શતા વિવિધ વિષયોને લઈને ચર્ચા પણ કરવામાં આવે છે.રાષ્ટ્રની ઉન્નતિમાં અધ્યયનશીલ અને રાષ્ટ્રપ્રેમી સારા વિચારકનું ખૂબ મોટું  યોગદાન હોય છે.તો આવા રાષ્ટ્રભક્ત લોકોને આ માસિક બૌદ્ધિક મિલન(કાર્યશાળા)માં જોડાવવા સંયોજક ડો.જયેશ પનારા સહીત ટીમે અપિલ કરેલ છે.




Latest News