મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

મોરબીના વોર્ડ નં 7 માં પ્રાથમિક સમસ્યાઓ ઉકેલવા માટે ચૂંટાયેલા સભ્યે કરી કમિશ્નરને લેખિતમાં રજૂઆત


SHARE









મોરબીના વોર્ડ નં 7 માં પ્રાથમિક સમસ્યાઓ ઉકેલવા માટે ચૂંટાયેલા સભ્યે કરી કમિશ્નરને લેખિતમાં રજૂઆત

મોરબીના વોર્ડ નં 7 માં રોડ રસ્તા લાઈટ પાણી વગેરે જેવી જે પ્રાથમિક સુવિધાઓની સમસ્યાઓ છે તેને ઉકેલવા માટે થઈને અગાઉ ચૂંટાયેલ સભ્ય દ્વારા મૌખિક રજૂઆતો કરવામાં આવી હતી તેમ છતાં પણ કોઈ કામ કરવામાં આવ્યું હતું જેથી હવે ભાજપના ચૂંટાયેલા સભ્યો દ્વારા ભાજપ શાસિત મહાનગરપાલિકામાં લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે અને 45 વર્ષથી જે વિસ્તારમાં રોડ બન્યા નથી ત્યાં રોડ બનાવવામાં આવે, જે રોડ રસ્તા હાલમાં બનાવવામાં આવ્યા છે ત્યાં ખાડા પડી ગયા હોય તેની મરામત કરવામાં આવે તથા સ્ટ્રીટ લાઇટો ચાલુ કરવામાં આવે તે સહિતની રજૂઆતો કરવામાં આવી છે જો કે, કામ ક્યારે કરવામાં આવશે તે આગામી સમય બતાવશે

મોરબી મહાનગરપાલિકાના ચૂંટાયેલા સભ્યોના કામ અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા કરવામાં આવતા નથી આવી ફરિયાદ મોરબી મહાનગરપાલિકાના ચાલુ જનરલ બોર્ડમાં સદસ્યો દ્વારા મેયર સમક્ષ કરવામાં આવી હતી ત્યારબાદ મેયર દ્વારા કડક શબ્દોમાં અધિકારીઓ અને કર્મચારીઓને સૂચના આપીને ચૂંટાયેલા જનપ્રતિનિધિઓના ફોન ઉપાડીને તેઓના કામ કરવા માટે થઈને કહેવામાં આવ્યું હતું પરંતુ તેની અસર લેસમાત્ર ન થઈ હોય તેવું દેખાઇ રહ્યું છે કારણ કે હાલમાં મોરબી મહાનગરપાલિકાના વોર્ડ નં. 7 ના ચૂંટાયેલા કોર્પોરેટર ભાવિનભાઈ ગીરીશભાઈ ઘેલાણી દ્વારા મહાપાલિકામાં કમિશનરને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે જેમાં જણાવ્યુ છે કે, તેઓના વોર્ડમાં વિવિધ પ્રશ્નો જેવા કે રોડ રસ્તા ખરાબ છે તેની મરામત કરવી, 45 વર્ષથી જે વિસ્તારમાં રોડ બન્યા નથી ત્યાં રોડ બનાવવામાં આવે, ભારે વરસાદથી અલગ અલગ જગ્યાએ મેઇન રોડ ઉપર ખાડા પડી ગયેલ છે ત્યાં પેચ વર્ક કરવામાં આવે જેમાં આસ્વાદ પાનથી લઈને અયોધ્યાપુરી મેઇન રોડ સુધીનો રોડ તથા સુપર ટોકીઝથી લઈને મહેન્દ્રપરા મેઇન રોડનો  સમાવેશ થાય છે તેમજ મંગલ ભુવન પાસે સ્ટ્રીટ લાઈટો બંધ હાલતમાં તેને ચાલુ કરવામાં આવે છે તથા દાઉદી પ્લોટ મેઇન રોડ છેલ્લા ઘણા વર્ષોથી બનાવેલ ન હોવાથી તેને આરસીસી બનાવવામાં આવે અને કુબેર નગર શેરી નં. 1, 2, 3, 4 નવેસરથી બનાવવામાં આવે તેમજ સુપર ટોકીઝ પાસે બનેલ રોડમાં બંને બાજુએ ફૂટપાથ બનાવવાની હતી જે બનાવવાની બાકી રહી ગયેલ છે તેને તાત્કાલિક બનાવવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે અને આ અંગેની જાણ મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તથા શાસક પક્ષના નેતાને પણ તેમના દ્વારા કરવામાં આવી છે જોકે હવે જોવાનું એ રહે છે કે ભાજપના ચૂંટાયેલા સભ્યો દ્વારા કરવામાં આવેલ રજૂઆત મુજબના કામ ક્યારે કરવામાં આવશે.




Latest News