મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

મોરબીમાં શ્રાવણ માસના બીજા સોમવારે ગૌરક્ષકો દ્વારા કતલખાને લઈ જવાતા 29 અબોલ જીવને બચાવવામાં આવ્યા


SHARE









મોરબીમાં શ્રાવણ માસના બીજા સોમવારે ગૌરક્ષકો દ્વારા કતલખાને લઈ જવાતા 29 અબોલ જીવને બચાવવામાં આવ્યા

હાલમાં શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે અને બીજા સોમવારે મોરબીના ગૌરક્ષકોની ટીમ દ્વારા કચ્છના શિકારપુર તરફથી ધ્રાંગધ્રા તરફ જઇ રહેલ સીએનજી કેરી ગાડીને અણીયારી ચોકડી નજીક પોલીસની હાજરીમાં રોકવામાં આવી હતી અને તેમાંથી કતલખાને લઈ જવામાં આવતા 29 અબોલજીવ જેમાં ઘેટા અને બકરાઓને બચાવવામાં આવ્યા છે અને પોલીસ ફરિયાદ કરાવવા માટેની તજવીજ ચાલી રહી છે.

મોરબી ગૌરક્ષકોને બાતમી મળી હતી કે કચ્છના શિકારપુર તરફથી માળીયા, હળવદ અને ધ્રાંગધ્રા તરફ એક સીએનજી કેરી ગાડી નં. જીજે 13 એ એક્સ 9086 માં મોટી સંખ્યામાં અબોલજીવોને કતલ કરવા માટે લઈ જવાના છે જેથી વોચ રાખવામા આવી હતી અને મળેલ બાતમી મુજબની ગાડીનો પીછો કરીને અણીયારી ચોકડી નજીક વાહનને રોકાવીને પોલીસની હાજરીમાં ચેક કર્યું હતું ત્યારે મોરબી વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, હિન્દુ યુવા વાહિની, અખિલ વિશ્વ ગૌ સંવર્ધન પરિષદ દિલ્હી તથા ચોટીલા ગૌરક્ષકો હાજર રહ્યા હતા અને ગાડીમાં 29 ઘેટા અને બકરાઓને ક્રૂરતાપૂર્વક બાંધીને કતલખાને લઈ જવામાં આવી રહ્યા હતા જેના માટેની પરમિટ કે કોઈ આધાર તેઓની પાસે હતો નથી જેથી ગૌરક્ષકો દ્વારા વાહનચાલકની પૂછપરછ કરવામાં આવતા આ અબોલજીવને કચ્છના શિકારપુર વિસ્તારથી લઈને ધ્રાંગધ્રા તરફ જતાં હોવાનું સામે આવ્યું હતું જેથી હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે કાયદેસર ફરિયાદ કરવા માટેની તજવીજ કરવામાં આવેલ છે અને અબોલજીવને સુરક્ષિત રીતે મોરબી પાંજરાપોળમાં મોકલવામાં આવેલ છે.




Latest News