મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

હળવદ તાલુકામાં બિનઅધિકૃત રેતી ખનન: 40 લાખનું એક્ષકેવેટર મશીન સીઝ


SHARE









હળવદ તાલુકામાં બિનઅધિકૃત રેતી ખનન: 40 લાખનું એક્ષકેવેટર મશીન સીઝ

હળવદના ચાડધ્રા ગામે બ્રાહ્મણી નદીપટ્ટ વિસ્તારમાં ભૂસ્તર વિજ્ઞાન અને ખનિજ વિભાગની ટિમ દ્વારા આકસ્મિક તપાસ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી રેતી ખનિજનું બિનઅધિકૃત ખનન થતું હોવાનું સામે આવ્યું હતું જેથી કરીને 40 લાખનું મશીન સીઝ કરવામાં આવ્યું છે.

મોરબીના ભૂસ્તરશાસ્ત્રી જગદીશ એસ. વાઢેરની સૂચના અને માર્ગદર્શન હેઠળ ભૂસ્તર વિજ્ઞાન અને ખનિજ વિભાગની તપાસ ટીમ દ્વારા હળવદના ચાડધ્રા ગામે બ્રાહ્મણી નદીપટ્ટ વિસ્તારમાં આકસ્મિક તપાસ કરવામાં આવી હતી ત્યારે સ્થળ પરથી સાદી રેતી ખનિજનું બિનઅધિકૃત ખનન થતું હોવાનું સામે આવ્યું હતું જેથી પીળા કલરનું હ્યુન્ડાઈ કંપનીનું એક્ષકેવેટર મશીન સીઝ કરવામાં આવ્યું હતું. જેની કિંમત આશરે 40 લાખ રૂપિયા થાય છે તે મશીનને હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે કસ્ટડીમાં મૂકવામાં આવ્યું છે. અને સીઝ કરાયેલ એક્ષકેવેટર મશીનના માલિક ગોપાલભાઈ નારણભાઈ ઝાપડા રહે. નાના કેરાળા તાલુકો વઢવાણ વાળાનું હોવાનું સામે આવ્યું છે. આ સમગ્ર મામલે ગુજરાત મિનરલ્સ (પ્રિવેન્શન ઓફ ઈલીગલ માઈનિંગ, ટ્રાન્સપોર્ટેશન એન્ડ સ્ટોરેજ) રૂલ્સ-૨૦૧૭ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.




Latest News